For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુસ્તકોની દુનિયામાં પણ 'માસ્ટર બ્લાસ્ટર'નો જાદૂ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટણા, 14 નવેમ્બર: પ્રશંસકો વચ્ચે ક્રિકેટના ભગવાન બની ચૂકેલા સચિન તેંડુલકર ના ફક્ત ક્રિકેટના મેદાન અને જાહેરાતોની દુનિયામાં પરંતુ પટનામાં આયોજીત પુસ્તક મેળામાં પણ ધૂમ મચાવી રહ્યાં છે. સચિન તેંડુલકરે ગુરૂવારે પોતાના ક્રિકેટ કેરિયરની અંતિમ ટેસ્ટ મેચની શરૂઆત ભલે જ ગૃહ શહેર મુંબઇના મેદાનથી કરી હોય, પરંતુ બીજી તરફ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં પુસ્તક મેળામાં તેમનો જાદૂ પુસ્તક પ્રેમીઓના માથે ચઢીને બોલી રહ્યો છે.

તેમના સંબંધિત પુસ્તકોનું આકર્ષણ ફક્ત યુવાનોમાં જ નહી પરંતુ ઘરડાંઓમાં જોવા મળી રહ્યું છે. પ્રકાશકોનું કહેવું છે કે આમ તો પટણા પુસ્તક મેળામાં સચિન તેંડુલકર સંબંધિત પુસ્તકોનુ વેચાણ દર વર્ષે થાય છે પરંતુ આ વર્ષે તેમના જીવન પર આધારિત પુસ્તકોનું વેચાણ વધારે થઇ રહ્યું છે.

પ્રભાત પ્રકાશને આ મેળામાં સચિન તેંડુલકર પર લખેલા પુસ્તક 'માસ્ટર બ્લાસ્ટર' અને શુભમ પાલ દ્વારા લખેલા ' સચિન તેંડુલકર-પ્રશ્નોતરી' રજૂ કરી છે. પ્રભાત પ્રકાશને રાજેશ શર્માએ આઇએએનએસને જણાવ્યું હતું કે 'આ બંને પુસ્તકોની માંગ પુસ્તક પ્રેમીઓમાં વધારે છે. ફક્ત બુધવારે બંને પુસ્તકોની 12 થી 15 કોપી વેચાઇ ગઇ છે.

sachin-tendulkar-jpg.jpg

રાજેશ શર્મા કહે છે કે 'સચિન તેંડુલકર-પ્રશ્નોતરી'માં સચિન તેંડુલકર સંબંઅધિત એક હજાર પ્રશ્નો અને તેમના જવાબ છે, આથી સચિન તેંડુલકરને જાણવા ઇચ્છુક લોકો આ પુસ્તકને હાથોહાથ ખરીદી રહ્યાં છે.'

બીજી તરફ પેગ્વિંન પ્રકાશનના સ્ટોલ પર પણ સચિન તેંડુલકરના પ્રશંસક તેમના સંબંધિત પુસ્તકો ખરીદવા પહોંચી રહ્યાં છે. પેગ્વિંન પ્રકાશનના આર. કે અગ્રવાલ જણાવે છે કે 'ધ સ્ટોરી ઑફ ધ વર્લ્ડસ ગ્રેટેસ્ટ બેટ્સમેન', 'સચિન ઓટર સેન્ચૂરી' અને 'સચિન ક્રિકેટર ઑફ ધ ઇયર' નામના પુસ્તકોની સૌથી વધુ ડિમાન્ડ છે. તેમને જણાવ્યું હતું કે આ ત્રણે પુસ્તકો બે દિવસમાં જ વેચાય ગયા છે. પુસ્તક પ્રેમીઓની માંગ પર એક-બે દિવસોમાં વધુ કોપીઓ મંગાવવામાં આવી છે. તે કહે છે કે સામાન્ય રીતે આવા પુસ્તકોની માંગ પટણા પુસ્તક મેળામાં હોતી નથી, પરંતુ આ વર્ષે સચિન તેંડુલકર પર લખેલા પુસ્તકોની ડિમાન્ડ વધી રહી છે.

બીજી તરફ સચિન તેંડુલકરના ઘરડાં પ્રશંસક રવિશંકર કહે છે કે તે 'ધ સ્ટોરી ઓફ ધ વર્લ્ડસ ગ્રેટેસ્ટ બેટ્સમેન' ખરીદવા આવ્યા હતા પરંતુ તે પુસ્તક તેમને ન મળ્યું. તેમનું માનવું છે કે ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરથી મોટું કોઇ નથી અને ન કદાચ થશે, આ કારણે તેમના વિષયમાં જાણવાની લાલસા બધાને હોય છે. તે કહે છે કે આ સચિન તેંડુલકર પર લખેલા પુસ્તકો મોંધા જરૂર હોય છે પરંતુ ખરીદવ તો પડશે કારણ કે તે ક્રિકેટના ભગવાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેમની અંતિમ અને 200મી ટેસ્ટ મે ચ મુંબઇના વાનખેડે મેદાનમાં રમી રહ્યાં છે.

English summary
Sachin Tendulkar is special not only because his names always speaks volume about statistics. His actual importance is that over 24 years that he represented India, he shaped out a nationalist identity of a changing India, a India which discovered itself as an young and ambition nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X