For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગ-નાગિન હોવાનો દાવો કરતા પતિ પત્ની કેન્સરનો ઉપચાર કરે છે

ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લામાં અંધવિશ્વાસનો ખુબ જ હેરાન કરતો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લામાં અંધવિશ્વાસનો ખુબ જ હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં પોતાને ઈચ્છાધારી નાગ અને નાગિન ગણાવતા પતિ પત્ની ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓ કેન્સર જેવી ઘણી બીમારીઓનો ઉપચાર તેઓ ચૂસીને કરે છે.

બાબાએ કહ્યું, લોકોને જીવન આપું છું

બાબાએ કહ્યું, લોકોને જીવન આપું છું

મેનપુરીમાં કિશની ચોકી વિસ્તારમાં અરસરા ગામમાં રહેતા પતિ અને પત્ની પોતાને ઈચ્છાધારી નાગ અને નાગિન ગણાવે છે. તેમનો દાવો છે કે તેઓ કેન્સરને ચૂસીને ખતમ કરી શકે છે. બાબાએ કહ્યું કે આ સત્ય છે કે હું નાગ છું. પાછલા જન્મમાં અમારા બંનેનું જોડું છે. આ મારી ધર્મપત્ની નાગિન છે અને હું નાગ છું. સમાજનું ભલું કરી રહ્યો છું લોકોને જીવનદાન આપું છું.

બાબાના ચક્કરમાં ફસાઈને જીવ ગુમાવ્યો

બાબાના ચક્કરમાં ફસાઈને જીવ ગુમાવ્યો

સ્થાનીય નિવાસી મનીષ કુમારે કહ્યું કે તેમના પિતાને પણ કેન્સર હતું. એકવાર તેઓ આવા જ લોકોના ચક્કરમાં ફસાઈ ગયા હતા. તેમના પિતા આજે તેમની સાથે આ દુનિયામાં નથી રહ્યા. તેમને લોકોને અપીલ કરી છે કે તેઓ આવા બાબાના ચક્કરમાં ના ફસાય.

શુ કહે છે ડોક્ટર

શુ કહે છે ડોક્ટર

જિલ્લા હોસ્પિટલના સીએમએસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા લોકો સમાજને ભ્રમિત કરે છે અને લોકો સાથે ઠગાઈ કરે છે. મેડિકલ સાયન્સ સિવાય કેન્સરનો કોઈ જ ઉપચાર નથી. તેમને લોકોને અપીલ છે કે તેઓ આવા લોકોના ચક્કરમાં ના આવે અને પોતાના દર્દીઓને ડોક્ટર પાસે ઉપચાર કરાવે, જયારે બીજી બાજુ જિલ્લા હોસ્પિટલના સીએમએસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા નકલી બાબાઓના ચક્કરમાં ના આવે અને દર્દીનો ઉપચાર કોઈ સારી જગ્યાએ કરાવે.

English summary
Husband and Wife claims to be Nag-Nagan, cures cancer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X