For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નહાતી નથી મારી પત્ની... છૂટાછેડા અપાવો', વુમન પ્રોટેક્શન સેલમાં પતિએ કરી માંગ

પતિ-પત્ની વચ્ચે ડિવૉર્સના ઘણા કારણો તમે અત્યાર સુધી સાંભળ્યા હશે પરંતુ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ડિવૉર્સનુ જે કારણ સામે આવ્યુ છે તે ખૂબ જ વિચિત્ર છે.

|
Google Oneindia Gujarati News

અલીગઢઃ પતિ-પત્ની વચ્ચે ડિવૉર્સના ઘણા કારણો તમે અત્યાર સુધી સાંભળ્યા હશે પરંતુ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ડિવૉર્સનુ જે કારણ સામે આવ્યુ છે તે ખૂબ જ વિચિત્ર છે. વાસ્તવમાં અહીં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે એટલા માટે છૂટાછેડા લેવા માંગે છે કારણકે તેની પત્ની નિયમિત રીતે નહાતી નથી. વ્યક્તિનુ કહેવુ છે કે તેને તેના શરીરમાંથી દૂર્ગંધ આવે છે. વ્યક્તિએ કહ્યુ કે હું તેની સાથે નથી રહી શકતો...પ્લીઝ મને છૂટાછેડા અપાવી દો.

બંને વચ્ચે કરાવવામાં આવી રહ્યુ છે કાઉન્સેલિંગ

બંને વચ્ચે કરાવવામાં આવી રહ્યુ છે કાઉન્સેલિંગ

આ મામલો હવે વુમન પ્રોટેક્શન સેલમાં પહોંચી ગયો છે જ્યાં બંને વચ્ચે કાઉન્સેલિંગ કરાવવામાં આવી રહ્યુ છે જેથી બંનેના લગ્નને બચાવી શકાય. આ મામલો અલીગઢ જિલ્લાના ચંડૌસ વિસ્તારનો છે. માહિતી મુજબ બે વર્ષ પહેલા ચંડૌસના યુવકના લગ્ન ક્વાર્સીની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ શરુઆતમાં બધુ બરાબર ચાલ્યુ પરંતુ પછી દંપત્તિમાં મનદુઃખ અને ઝઘડા શરૂ થઈ ગયા. બંને એકબીજાની આદતો અને રહેણી-કરણી વિશે કમેન્ટ કરવા લાગ્યા.

ડિવૉર્સ માટે જણાવ્યુ આ કારણ

ડિવૉર્સ માટે જણાવ્યુ આ કારણ

આ દરમિયાન તેમના ઘરમાં એક દીકરાનો પણ જન્મ થયો પરંતુ બંને વચ્ચે ઝઘડાનો સિલસિલો અટક્યો નહિ. ઘરની તૂ-તૂ, મે-મે જ્યારે હદથી વધી ગઈ ત્યારે સમગ્ર મામલો પોલિસ અને વુમન પ્રોટેક્શન સેલ સુધી જઈ પહોંચ્યો. તેમના લગ્ન બચાવવાના હેતુથી વુમન પ્રોટેક્શન સેલમાં કાઉન્સિલિંગ શરૂ થયુ તો એ વખતે સૌ ચોંકી ગયા જ્યારે પતિએ પોતાની પત્ની સાથે ડિવૉર્સની માંગ કરી અને તેના માટેનુ મુખ્ય કારણ જણાવ્યુ કે તે નિયમિત રીતે નહાતી નથી.

મારી પત્ની રોજ નહાતી નથી

મારી પત્ની રોજ નહાતી નથી

વ્યક્તિએ કાઉન્સિલરને કહ્યુ - મેડમ મારી પત્ની રોજ નહાતી નથી. મને તેના શરીરમાંથી દૂર્ગંધ આવે છે. હું તેની સાથે નથી રહી શકતો. પ્લીઝ, મને ડિવૉર્સ અપાવી દો. વળી, બીજી તરફ વ્યક્તિની પત્ની તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે પાયાવિહોણી વાતોના આધારે તેને હેરાન કરવામાં આવી રહી છે. જો કે કાઉન્સિલરે પતિ અને પત્ની બંનેને સમજાવવાની કોશિશ કરી.

પટનામાં પણ સામે આવ્યો હતો આવો એક કેસ

પટનામાં પણ સામે આવ્યો હતો આવો એક કેસ

આવો જ એક કેસ બે વર્ષ પહેલા પટનાના મસૌઢીમાં સામે આવ્યો હતો. પત્ની પતિ પર મારપીટ કરીને ઘરમાંથી કાઢી મૂકવાનો આરોપ લગાવીને મહિલા પંચમાં પહોંચી હતી. આ કેસમાં મહિલા પંચે પતિને નોટિસ મોકલીને બોલાવ્યો ત્યારે પતિએ મહિલા પંચ સામે કહ્યુ કે તેની પત્ની રોજ નહાતી નથી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડા થાય છે. આ તરફ, પત્નીનુ કહેવુ હતુ કે તે પિયરમાં પણ આવી જ હતી. મહિલા પંચે પત્નીને પોતાની આ આદત સુધારવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો અને પતિને સલાહ આપી હતી કે તે પોતાની પત્ની સાથે મારપીટ ના કરે.

English summary
Husband demands divorce from his wife for not bathing regularly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X