પત્નીને વાતવાતમાં જાડી કહેતો હતો પતિ, કોર્ટના આદેશ પર થઈ આ કાર્યવાહી

દિલ્લીના ગોવિંદપુરમાં વિસ્તારમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યાં એક પતિને પોતાની પત્નીને જાડી કહેવાનુ મોંઘુ પડી ગયુ છે.

દિલ્લીના ગોવિંદપુરમાં વિસ્તારમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યાં એક પતિને પોતાની પત્નીને જાડી કહેવાનુ મોંઘુ પડી ગયુ છે. પત્નીની દલીબ બાદ સીજેએન કોર્ટના આદેશ બાદ પતિ સામે કેસ ફાઈલ થઈ ચૂક્યો છે. પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો કે તે એને જાડી કહીને બોલાવતો હતો. અહીં સુધી કે જ્યારે તેનુ વજન વધી ગયુ ત્યારે તેને ઘરમાંથી પણ કાઢી મૂકી. મહિલાના આરોપો સાંભળ્યા બાદ સીજેએન કોર્ટે મહિલા પોલિસ સ્ટેશનને આરોપીઓ સામે દહેજ ઉત્પીડન, છેતરપિંડી સહિત અન્ય કલમોમાં કેસ ફાઈલ કરવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરીને પોલિસે જાડી કહેનાર પતિ સહિત ચાર અન્ય લોકો સામે કેસ નોંધી લીધો છેે.

fat

માહિતી મુજબ પીડિતાનું નામ પારૂલ ગર્ગ છે જેના લગ્ન વર્ષ 2018માં બુલંદશહરના સિકંદરાબાદના રહેવાસી અભિનવ ગર્ગ સાથે થયા હતા. ત્યારબાજ તેનો પતિ તેને જાડી કહીને બોલાવવા લાગ્યો. અને પછી લગ્નના બે મહિના બાદ જ તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી. 2019માં તેણે એક બાળકીને જન્મ આપ્યો જેને લઈને તે પોતાના સાસરિયે ગઈ પરંતુ તેના પતિએ તેની પોતાની બાળકી હોવાનો ઈનકાર કરી દીધો અને તેની સાથે મારપીટ કરી.

આ ઘટના બાદ પીડિતા ફરીથી પોતાના પિયર જતી રહી અને મહિલા પોલિસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી. પરંતુ ફરિયાદ બાદ પોલિસ કેસની અનદેખી કરતી રહી અને મહિલા પોલિસ સ્ટેશનના ચક્કર કાપતી રહી. અંતમાં મહિલાએ ઘરેલુ હિંસા માટે સીજેએમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો તો કોર્ટે કેસ ફાઈલ કરવાનો આદેશ આપ્યો. આ કેસમાં મહિલા પોલિસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ, બબીતા, નણંદ આયુષિ ગર્ગ અને દિયર આકાશ ગર્ગ સામે કેસ ફાઈલ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X