પતિએ ફોન પર વધુ વાત કરનાર પત્નીને ઉતારી મોતને ઘાટ
લખનઉ: ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે. આ હત્યાનું કારણ થોડું હેરાન કરે તેવું છે, સાથે વિચારવા પર મજબૂર કરે તેવું પણ છે. જી હા, પતિએ પત્નીની હત્યા માત્ર એટલા માટે કરી દીધી કે પત્ની ફોન પર કોઈની સાથે વધુ વાતો કરતી હતી.

બારાબંકીના સુબેહા વિસ્તારમાં જાવેદના લગ્ન શમા સાથે થયા હતા. તેમના લગ્નને છ મહિના જેટલો સમય થયો હતો. આ પતિ પત્ની વચ્ચે હંમેશા એક જ વાત પર ઝઘડો થતો હતો. પત્ની શમા હંમેશા કોઈની સાથે ફોન પર લાંબી લાંબી વાત કરતી હતી, જે પતિ જાવેદને પસંદ નહતું.
સોમવારે સાંજે જાવેદ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે જાવેદે શમાને કાંઈક લાવવા માટે જણાવ્યું. જે શમાને લાવવામાં થોડું મોડું થઈ ગયું. આ વાતથી નારાજ થઈને જાવેદે તેની પત્નીનો મોબાઈલ ઈંટ વડે તોડી નાખ્યો અને પત્નીને લોખંડની પાઈપ વડે મારી મારીને હત્યા કરી નાંખી.
હત્યા કર્યા બાદ જાવેદ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબુલવા માટે સામેથી હાજર થઈ ગયો. પોલીસ સમક્ષ પહોંચીને પોતાનો ગુનો કબુલ કરતા તેણે કહ્યું કે તે પોતાની પત્નીની હત્યા કરીને આવ્યો છે.












Click it and Unblock the Notifications
