પતિએ ગર્ભવતી પત્નીને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી, વાયરલ વીડિયો પર CM અશોક ગહેલોતે કરી આ કાર્યવાહી
Rajasthan Pratapgarh Women Naked Video Viral: રાજસ્થાનના પ્રતાપગઢમાં, 21 વર્ષીય આદિવાસી ગર્ભવતી મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ કથિત રીતે નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કડક પગલાં લીધા છે.
તેમણે કહ્યું કે તેમણે પોલીસ મહાનિર્દેશકને એડીજી (ક્રાઈમ)ને ઘટનાસ્થળે મોકલવા અને આ મામલે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. વાયરલ વીડિયો પર ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે રાજસ્થાન ફરીથી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે લખ્યું છે પ્રતાપગઢ જિલ્લામાં, પિયર અને તેના સાસરિયાઓ વચ્ચેના પારિવારિક વિવાદને કારણે એક મહિલાને તેના સાસરિયાઓ દ્વારા નગ્ન કરવામાં આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ મહાનિર્દેશકને એડીજી ક્રાઈમને ઘટનાસ્થળે મોકલવા અને આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
સીએમ અશોક ગેહલોતે આગળ લખ્યું, "આવા ગુનેગારોને સંસ્કારી સમાજમાં કોઈ સ્થાન નથી. આ ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને સજા કરવામાં આવશે.''
પ્રતાપગઢની ધારિયાવાડ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય નાગરાજ મીણાએ કહ્યું કે મને આ ઘટના વિશે રાત્રે લગભગ 9 વાગે ખબર પડી. જે બાદ મે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વાત કરી. આ ઘટનાની જેટલી નિંદા કરીએ એટલી કમ છે. આવી ઘટના ન બનવી જોઈએ. આ અંગે પોલીસ ત્વરીત કાર્યવાહી કરશે.
ધારિયાવાડ એસએચઓ પેશાવર ખાને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા અન્ય પુરુષ સાથે સંબંધમાં હતી. આ ઘટના ગુરુવારે બની હતી. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઉમેશ મિશ્રાએ કહ્યું કે તેના સાસરિયાઓએ તેનું અપહરણ કર્યું અને તેને તેમના ગામમાં લઈ ગયા જ્યાં આ ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે તેના સાસરીયાઓ તેના પર ગુસ્સે હતા કારણ કે તેનું અન્ય પુરુષ સાથે અફેર હતું. ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે એડીજી (ક્રાઈમ) દિનેશ એમએનને શુક્રવારે રાત્રે પ્રતાપગઢ મોકલવામાં આવ્યા હતા.
વિચલિત કરનારા આ વીડિયોમાં, એક વ્યક્તિ અન્ય લોકોની સામે એક મહિલાને કપડાં કાઢે છે અને પછી તેને નગ્ન કરીને ગામમાં ફેરવે છે. ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે રાજ્ય સરકારે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે, આરોપીઓને પકડવા માટે છ ટીમો બનાવવામાં આવી છે, જ્યારે પ્રતાપગઢના પોલીસ અધિક્ષક અમિત કુમાર ગામમાં ખડેપગે છે.
प्रतापगढ़ जिले में पीहर और ससुराल पक्ष के आपसी पारिवारिक विवाद में ससुराल पक्ष के लोगों द्वारा एक महिला को निर्वस्त्र करने का एक वीडियो सामने आया है।
— Ashok Gehlot (@ashokgehlot51) September 1, 2023
पुलिस महानिदेशक को एडीजी क्राइम को मौके पर भेजने एवं इस मामले में कड़ी से कड़ी कार्रवाई के निर्देश दिए हैं।
सभ्य समाज में इस…












Click it and Unblock the Notifications
