લોખંડના ગરમ સળિયાથી પત્નીની પવિત્રતા ચેક કરતો પતિ...
વફાદારી ચેક કરવાની ઘણી કહાનીઓ આપણે ફિલ્મો અને સિરિયલોમાં જોઈ હશે. પરંતુ હૈદરાબાદના ચીલકલ્લુ વિસ્તારમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમારા રુંવાટા ઉભા થઈ જશે. અહીં એક પતિએ તેની પત્નીની વફાદારી ચેક કરવા માટે માનવતાની બધી જ હદો પાર કરી નાખી.
મળતી જાણકારી મુજબ આદિવાસી સમુદાયના પાસામ બાલકૃષ્ણ પોતાની પત્નીને લોખંડનો ગરમ સળિયો પકડાવીને તેની વફાદારી ચેક કરવા માંગતો હતો. પરંતુ સમય પર પોલીસ આવી ગયી અને પત્નીને બચાવી લેવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ બાલકૃષ્ણને શંકા હતી કે તેની પત્નીનો ગામમાં જ રહેતા રીક્ષાવાળા સાથે સંબંધ છે.

આ શંકાને દૂર કરવા માટે તેને આ ટેસ્ટ કરવાનું વિચાર્યું. આવું કરતા પહેલા તેને ગામના વડીલો સાથે ચર્ચા કરી અને નક્કી કર્યું કે તેની પત્નીનો ટેસ્ટ કરવામાં આવે. ચોંકાવી નાખે તેવી વાત તો એ હતી કે તેની પત્ની પણ આ ટેસ્ટ કરવા માટે તૈયાર થઈ ગયી.
લોખંડના સળિયાનો ટેસ્ટ કરાઈ તે પહેલા જ ગામના કોઈ વ્યક્તિએ પોલીસને સૂચના આપી દીધી. પોલીસે આખા મામલે પતિ બાલકૃષ્ણ અને ગામના 4 વડીલોની ધરપકડ કરી છે. પૂછપરછમાં ગામના વડીલો એ અજબની દલીલ કરી કે જો ગરમ સળિયો પકડતા મહિલાના હાથ બળી જાય તો તેનો મતલબ એવો છે કે તે મહિલા તેના પતિને દગો આપી રહી છે.












Click it and Unblock the Notifications
