For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદારાબાદ બ્લાસ્ટમાં ખુલાશો: પ્રેશરકુકરથી કરાયો હતો વિસ્ફોટ

|
Google Oneindia Gujarati News

hyderabad blast
હૈદરાબાદ, 26 ફેબ્રુઆરી: હૈદરાબાદ બ્લાસ્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યો છે. ફોરેન્સિક તપાસના આધારે એવું માલુમ પડ્યું છે કે વિસ્ફોટમાં પ્રેશરકુકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ માટે 1.5 કિલો એમોનિયમ નાઇટ્રેટ અને ચીન તથા જાપાનમાં બનેલી પાંચ બેટ્રિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિસ્ફોટથી બે હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન બહાર નિકળ્યું હતુ. ઘટનાસ્થળથી તપાસકર્તાઓને ઓલ્યુમિનિયમના ટૂકડા પણ મળ્યા હતા. આ પહેલા આંધ્રપ્રદેશ પોલીસ હૈદરાબાદમાં થયેલા બે વિસ્ફોટના સ્થળની નજીક લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા પ્રાત્પ શંકાશીલ હુમલાખોરની તસવીરનું વિશ્લેષણ કરવા માટે અમેરિકાની એફબીઆઇની મદદ લઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પ્રાપ્ત ફુટેજમાંથી હજી સુધી કોઇ સુરાગ મળ્યો નથી. કારણે ફુટેજમાં જે ત્રણ વ્યક્તિઓ એ સાઇકલ પાસે રાહ જોતા દેખાઇ રહ્યા છે, તેમની તસવીરો ખુબજ ઝાંખી છે.

આ અંગે માનવામાં આવે છે કે વિસ્ફોટક એ જ સાઇકલ પર મૂકવામાં આવ્યો હતો. ગયા ગુરુવારે હૈદરાબાદના દિલસુખનગર ક્ષેત્રમાં કેટલીક મિનિટના અંતરાલમાં થયેલા બે બ્લાસ્ટમાં 16 લોકોના મોત થયા હતા જ્યારે 117 લોકો ઘાયલ થયા હતા.

English summary
Hyederabad blast: Bombs have been put in pressure cooker says FSL report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X