For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદઃ ગેંગરેપ બાદ આગના હવાલે કરી દીધેલ દિશાના DNA રિપોર્ટમાં થયો ખુલાસો

હૈદરાબાદઃ ગેંગરેપ બાદ આગના હવાલે કરી દીધેલ દિશાના DNA રિપોર્ટમાં થયો ખુલાસો

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણામાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ બર્બરતાથી તેની હત્યાના મામલામાં સતત ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આ જઘન્ય ઘટના બાદ આખા દેશમાં મહિલા સરક્ષાના મુદ્દે જોરદાર પ્રદર્શન થયું હતું અને આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી હતી. જે બાદ તેલંગાણામા પોલીસે મોટી કાર્યવાહી કરતા પકડાયેલ ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા. 6 ડિસેમ્બરે થયેલ આ એન્કાઉન્ટર બાદ સતત આ મુદ્દે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. જો કે અચાનક થયેલ એન્કાઉન્ટરને આરોપીઓના પરિજનોએ ફેક ગણાવ્યું, જે બાદ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની ટીમ આ મામલાની તપાસમાં લાગી છે. જ્યારે ટાઈમ્સ ઑફ ઈન્ડિયા મુજબ આ મામલે હવે મહિલા ડૉક્ટરની સળગેલી બૉડીનો ડીએનએ રિપોર્ટ સામે આવ્યો છે.

મહિલા ડૉક્ટરના રિપોર્ટમાં મોટો ખુલાસો

મહિલા ડૉક્ટરના રિપોર્ટમાં મોટો ખુલાસો

હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના મામલે પીડિતા અને આરોપીઓના ડીએનએની તપાસ પૂરી થઈ ચૂકી છે. અંગ્રેજી અખબાર ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલ અહેવાલ મુજબ ગેંગરેપ બાદ બેરહમીથી સળગાવી દેવામાં આવેલ મહિલા ડૉક્ટરના ડીએનએ પરિવારના સભ્યો સાથે મેચ થઈ ગયા છે. આની સાથે જ વેટનરી ડૉક્ટરની બોડીના ડીએનએ તપાસમાં આ વાતની પુષ્ટિ પણ થઈ છે કે ઘટનાસ્થળે મળેલ સીમેનના દાગ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલ ચારેય આોપીઓના જ હતા.

પીડિતાના ડીએનએ પરિવારના સભ્યો સાથે મેચ થયા

પીડિતાના ડીએનએ પરિવારના સભ્યો સાથે મેચ થયા

ટીઓઆઈના રિપોર્ટ મુજબ હૈદરાબાદ પોલીસે મહિલા ડોક્ટરના ડીએનએ સેમ્પલ અને ચારેય આરોપીઓના ડીએનએ સેમ્પલ એકઠા કર્યા બાદ તેમને તપાસ માટે એફએસએલ મોકલી આપવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ ગુરુવારે સામે આવ્યો. સૂત્રો મુજબ પીડિતાના શરીરના ઉપરી ભાગ બળી ગયેલ હાડકાને ડીએનએ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં પીડિતાના ડીએનએ તેના પરિવારના સભ્યો સાથે મેચ થઈ ગયા છે.

પીડિતા અને આરોપીઓની ડીએનએ તપાસ પૂરી

પીડિતા અને આરોપીઓની ડીએનએ તપાસ પૂરી

પોલીસ સાથે જોડાયેલ સૂત્રો મુજબ ડીએનએ રિપોર્ટ અને ઘટનાવાળી જગ્યા પર મળેલ સબૂતો જેવા કે પીડિતાના ચપ્પલ, જ્વેલરી, કપડાંથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે બળેલી બૉડી મહિલા વેટનરી ડૉક્ટરની જ હતી. અગાઉ 6 ડિસેમ્બરે હૈદરાબાદના મુખ્ય આરોપી મોહમ્મદ આરિફની સાથેસાથ અન્ય ત્રણ આરોપી જોલૂ શિવા (20), જોલૂ નવીન (20) અને ચિંતાકુંટા ચિન્નાકેશવાઉલૂ (20)નું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

ડીએનએ સેમ્પલને લઈ પોલીસે કહ્યું...

ડીએનએ સેમ્પલને લઈ પોલીસે કહ્યું...

એન્કાઉન્ટર બાદ સાઈબરાબાદ પોલીસ કમિશ્નર વસી સજ્જનારે જણાવ્યું હતું કે પોલીસે આરોપીઓના ડીએનએ તપાસ માટે તેમનું ડીએનએ સેમ્પલ પહેલેથી જ એકત્ર કરી લીધું. તેમણે એમ પણ કહ્યું હતું કે આરોપીઓના ડીએનએ સેમ્પલથી આ વાત સાબિત થશે કે મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને મર્ડરમાં તેમનો જ હાથ હતો. આની સાથે જ આ ડીએનએ સેમ્પલથી તેલંગાણાની સાથોસાથ પાડોસી રાજ્યમાં થયેલ અપરાધોની તપાસમાં પણ મહત્વના ખુલાસા થઈ શકે છે.

હૈદરાબાદ એન્કાઉન્ટર કેસ: પોલીસે NHRCને સોંપ્યો રીપોર્ટહૈદરાબાદ એન્કાઉન્ટર કેસ: પોલીસે NHRCને સોંપ્યો રીપોર્ટ

English summary
Hyderabad Case: disha's DNA report match with victim's family members
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X