
હૈદરાબાદ ગેંગરેપઃ આજે સુનાવણી, આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગશે પોલિસ
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરનો રેપ અને હત્યા કેસમાં પોલિસ મંગળવારે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પર માંગશે. આ કેસમાં શાદનગર કોર્ટમાં આજે સુનાવણી થશે. હૈદરાબાદ કાંડ પર મચેલા કોહરામ વચ્ચે તેલંગાનાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (કેસીઆર) દિલ્લી ગયા. તેમણે હજુ સુધી પીડિત પરિવાર સાથે મુલાકાત કરી નથી. આ તરફ રેપ અને મર્ડર કાંડના વિરોધમાં હૈદરાબાદમાં સોમવારે કેંડલ માર્ચ કાઢવામાં આવી. ઓસ્માનિયા યુનિવર્સિટીના છાત્રો અને શિક્ષકોએ પણ પીડિત પરિવાર માટે ન્યાયની માંગ કરી.
બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીના પત્ની પર રસ્તા પર ઉતર્યા અને આરોપીઓ માટે કડકમાં કડક સજાની માંગ કરી. દિલ્લીમાં એનસીઆરમાં હૈદરાબાદની ઘટનાના વિરોધમાં ગ્રેટર નોઈડામાં છાત્રોએ કેન્ડલ માર્ચ કાઢી દોષિતોને ફાંસીની સજા આપવાની માંગ કરી. ભોપાલમાં પણ ઘણા ધર્મગુરુઓ વિરોધમાં ઉર્યા અને હૈદરાબાદની ઘટનાના દોષિતો માટે ફાંસીની માંગ કરી.
હૈદરાબાદ ગેંગરેપની ગૂંજ સોમવારે સંસદમાં પણ સંભળાઈ. આ ઘટનાની દરેક પક્ષના સાંસદોએ કડક શબ્દોમાં નિંદા કરી. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સભ્ય જયા બચ્ચને કહ્યુ કે ભલે તે નિર્ભયા હોય કે કઠુઆ, સરકારે યોગ્ય જવાબ આપવો જોઈએ. જે લોકોએ આવુ કર્યુ તેમની સાર્વજનિક રીતે લિંચિંગ કરવી જોઈએ. જે પોલિસકર્મીઓએ બેદરકારી વર્તી છે, તેમના નામ સાર્વજનિક કરવા જોઈએ અને તેમના શરમમાં નાખવા જોઈએ.