For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hyderabad GHMC Election: હૈદરાબાદમાં નગર નિગમની ચૂંટણી આજે, બેલેટ પેપરથી થશે ચૂંટણી

તેલંગાનાની ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી આજે મંગળવાર (1 ડિસેમ્બર) યોજાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

Hyderabad Municipal Corporation (GHMC) election today: તેલંગાનાની ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી આજે મંગળવાર (1 ડિસેમ્બર) યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં સીધો મુકાબલો ભારતીય જનતા પાર્ટી, AIMIM અને TRSમાં છે. હૈદરાબાદ નગર નિગમ માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. વળી, 4 ડિસેમ્બરે પરિણામ આવશે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં 150 વૉર્ડ છે. મેયરનુ પદ આ વખતે એક મહિલા માટે અનામત છે. કોવિ઼ડ-19 મહામારીને જોતા બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવશે. મતદાનનો સમય સવારે 7થી સાંજ 6 વાગ્યા સુધી છે. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમમાં 150 વૉર્ડમાં ગઈ ચૂંટણીમાં 99 સીટો તેલંગાના રાષ્ટ્ર સમિતિ(TRS)ને મળી હતી. AIMIMને 44 સીટો મળી હતી. ભાજપને માત્ર 4 સીટો મળી હતી.

election

GHMC Election: જાણો ચૂંટણીમાં શું શું છે તૈયારી?

હૈદરાબાદ નગર નિગમની ગઈ ચૂંટણી મુજબ 2016ની તુલનામાં આ વખતની ચૂંટણીમાં 817 નવા મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. 2146 સામાન્ય મતદાન કેન્દ્ર, 1517 સંવેદનશીલ મતદાન કેન્દ્ર અને 167 હાઈપરસેન્સિટીવ મતદાન કેન્દ્ર છે. પ્રશાસને એક પ્રેસ નોટમાં માહિતી આપીને કહ્યુ કે ચૂંટણી પહેલા અત્યાર સુધી કુલ 4187 બંદૂકો જમા થઈ ચૂકી હતી, 3066 ઉપદ્રવી શીટરો બંધાયા હતા અને 1.45 કરોડ રૂપિયા રોકડ જમા કરવામાં આવી હતી. 10 લાખ રૂપિયાની ડ્રગ્ઝ અને દારૂ જપ્ત કરવામાં આવી. 63 ફરિયાદોમાં કુલ 55 એફઆઈઆર નોંધવામાં આવી.

GHMC ચૂંટણી પર હૈદરાબાદ શહેરના પોલિસ કમિશ્નરે શું કહ્યુ?

પોલિસ કમિશ્નર અંજની કુમારે કહ્યુ, 'અમે રાજ્ય ચૂંMટણી પંચના દિશા-નિર્દેશો અનુસાર GHMC ચૂંટી માટે 22,000 પોલિસકર્મીઓ સાથે બધી સુરક્ષા વ્યવસ્થા કરી છે. અમે ચાર વાર પોલિસકર્મીઓને આ વિશે સમજાવ્યા છે. અમે બધા વિસ્તારોમાં પોલિસ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. કેન્દ્રીય અને રાજ્ય બળ બંને હૈદરાબાદ શહેરમાં ઉપલબ્ધ છે. અમે નિરીક્ષક સ્તરના અધિકારીઓના નેતૃત્વમાં સામાન્ય, સંવેદનશીલ, હાઈપરસેંસિટિવ અને મહત્વપૂર્ણ મતદાન કેન્દ્રો પર સુરક્ષા સ્થાપિત કરી છે. મતદાન કેન્દ્ર પર સ્ટ્રાઈકિંગ ફોર્સ, ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ ઉપલબ્ધ રહેશે. અમે મહત્વપૂર્ણ સશસ્ત્ર પોલિસ કેન્દ્રોમાં છ સશસ્ત્ર પોલિસદળ સ્થાપિત કર્યા છે. અમે દરેક મતદાન કેન્દ્રનો જિયોટેગિંગ સાથે જોડ્યા છે. અમે સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહ્યા છે. અમે 49 પેન્ડીંગ બિન જામીનપાત્ર વોરન્ટ જારી કર્યા છે. અમે ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મના માધ્યમથી સુરક્ષા મેળવી છે. અમે એસીપી અને ડીસીપી સ્તર સાથે 4 લાખ સીસીટીવી કેમેરાના માધ્યમથી નિરીક્ષણ કરી રહ્યા છે.'

Bank Holidays List in December: ડિસેમ્બર મહિનામાં 14 દિવસ બંધ રહેશે બેંકો, જુઓ રજાની યાદીBank Holidays List in December: ડિસેમ્બર મહિનામાં 14 દિવસ બંધ રહેશે બેંકો, જુઓ રજાની યાદી

English summary
Hyderabad GHMC Election today nagar nigam Election, Polling time is from 7 am to 6 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X