For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ 10 દિવસથી હોસ્પિટલમાં પડી છે ચારેય આરોપીઓની લાશ

હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ 10 દિવસથી હોસ્પિટલમાં પડી છે ચારેય આરોપીઓની લાશ

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાણામાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ નિર્મમ હત્યાની ઘટનાએ આખા દેશને હલાવીને રાખી દીધો હતો. આ હેવાનિયતને અંજામ આપનાર ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા, પરંતુ 10 દિવસ વિતી ગયા બાદ પણ ચારેય આરોપીઓની લાશ હોસ્પિટલમાં પડેલી છે. ઘરવાળા હજુ સુધી પણ તેમના અંતિમ સંસ્કાર નથી કરી શક્યા. તેમનો દેહ ઘરવાળાઓને ક્યારે સોંપવામાં આવશે તેને લઈને હજી સસ્પેન્સ બનેલો છે.

જાણો કારણ

જાણો કારણ

જણાવી દઈએ કે 6 ડિસેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત થઈ ગયા હતા. એન્કાઉન્ટરમાં ચાર આરોપીઓના મોત બાદ માનવાધિકાર આયોગ અને કેટલાય સંગઠનોએ સવાલ ઉઠાવ્યા હતા. ગુરુવારે આ મામલે સુનાવણી શરૂ થઈ તો સીજેઆઈ બોબડેએ કહ્યું કે લોકોને આ એન્કાઉન્ટરનું સત્ય જાણવાનો હક છે. જે બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે ન્યાયિત તપાસના આદેશ આપ્યા. આ ત્રણ સભ્યોની કમિટીનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વીએસ સિરપુરકર કરશે. ન્યૂજ 18ના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલ તેમના આખરી આદેશ સુધી મૃતદેહને સુરક્ષિત રાખવામાં આવશે. છ મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે.

મૃતદેહની તપાસ થઈ રહી છે

મૃતદેહની તપાસ થઈ રહી છે

સુપ્રીમ કોર્ટની બેંચને જણાવવામાં આવ્યું છે કે એક વિશેષ તપાસ દળ ચાર લોકોને ઠાર માર્યાની તપાસ કરી રહી છે. તપાસ ટીમ ડેડ બૉડીને જોઈ આ માલૂમ લગાડવાની કોશિશ કરી રહી છે કે શું પોલીસે પોતાના બચાવમાં આના પર ગોળીબાર કર્યો કે પછી જાણીજોઈને તેમને મારી નાખ્યા. તેલંગાણા પોલીસે કહ્યું હતું કે છ ડિસેમ્બરે પોલીસ સાથે અથડામણમાં ચારેય આરોપીઓ ઠાર મરાયા હતા. આ ચારેય આરોપીઓ પર પોલીસે મૃત્યુ બાદ એફઆઈઆર પણ નોંધાવી છે.

ચારેય આરોપીઓને ઠાર મારવામાં આવ્યા

ચારેય આરોપીઓને ઠાર મારવામાં આવ્યા

6 ડિસેમ્બરે સવારે સાડા ત્રણ વાગ્યે પોલીસ ચાર આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી. પોલીસ સમગ્ર ઘટનાને આરોપીઓની નજરથી સમજવા માંગતી હતી. આ દરમિયાન આ ચારેય આરોપીઓએ હથિયાર છીનવી પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એવામાં પોલીસે જવાબી કાર્યવહીમાં ચારેયનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. બાદમાં ચારેયની લાશને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

નિર્ભયાના દોષિતોને ખુદ ફાંસી આપવા માગે છે ઈન્ટરનેશનલ શૂટર, લોહીથી લખ્યો પત્રનિર્ભયાના દોષિતોને ખુદ ફાંસી આપવા માગે છે ઈન્ટરનેશનલ શૂટર, લોહીથી લખ્યો પત્ર

English summary
Hyderabad Rape case: dead body of all 4 convicts still in hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X