TDP નેતા યેરેન નાયડૂનું રોડ અકસ્માતમાં મોત

અકસ્માત સર્જાતા તાત્કાલીક નાયડૂને નજીકની હોસ્પિટલ કેઆઇએમએસ સાંઇ સેશાદ્રીમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને રાત્રે 3.30 વાગે અંતિમ શ્વાસ છોડ્યો હતો.
નાયડૂને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે તે કોમામાં જતા રહ્યાં હતા ડૉક્ટરોએ તેમને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.
અકસ્માતના સમાચાર મળતાંની સાથે જ ટીડીપી નેતા એન ચન્દ્રબાબૂ નાયડૂએ યેરેન નાયડૂના પરિવારને સાંત્વન આપ્યુ હતુ અને આ અકસ્માતને દુભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. યેરેન નાયડૂ કિંજરપુ (23 ફેબ્રુઆરી 1957 થી 2 નવેમ્બર 2012) 11 મી, 12 મી, 13 મી, 14 મી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમનો મત વિસ્તાર સીરિકાકુલમ હતો જ્યાંથી તેઓ ચૂંટણી લડતા હતા તથા તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય હતા.












Click it and Unblock the Notifications
