For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ બ્લાસ્ટમાં ખુલાસો: ભટકલે જ મૂક્યો હતો બોમ્બ?

|
Google Oneindia Gujarati News

yasin bhatkal
હૈદરાબાદ, 25 ફેબ્રુઆરી: આંધ્રપ્રદેશના દિલસુખનગરમાં થયેલા વિસ્ફોટમાં તપાસ એજન્સીઓને એવા પુરાવા હાથ લાગ્યા છે કે બોમ્બ ઇન્ડિયન મુજાહિદ્દીનના પ્રમુખ યાસીન ભટકલે પોતે પ્લાન્ટ કર્યો હતો. એટલું જ નહીં કહેવામાં આવી રહ્યું છે કે તે હજી પણ હૈદરાબાદ અને સાઇબરાબાદની હદમાં છૂપાયેલો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે યાસિન ભટકલે આ પહેલીવાર બોમ્બ પ્લાન્ટ કર્યો નથી. આ પહેલા પૂણેના જર્મન બેકરીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ તેણે જ બોમ્બ પ્લાન્ટ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસમાં સાફ થઇ ગયું છે કે વિસ્ફોટમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકીઓએ જ અંજામ આપ્યો છે. તપાસમાં માલૂમ પડ્યું છે કે આતંકીઓએ બ્લાસ્ટમાં ઉપયોગ કરેલી સાઇકલો પણ ભાડેથી લીધી હતી. જોકે હજી સુધી એ માલુમ નથી પડ્યું કે આ સાઇકલ કઇ દુકાનમાંથી ભાડેથી લીધી હતી.

પોલીસે અત્યાર સુધી 30 લોકોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે એક પછી એક બે વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. જેમાં ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હોવાની શંકા વધતી જઇ રહી છે, જેનો સંબંધ લશ્કર એ તૈયબાની સાથે સંબંધ છે.

English summary
Hyderabad twin blasts: IM boss Yasin Bhatkal among Hyderabad bomb planters?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X