ચિદમ્બરમની વાતોથી સંમત છુ કે રૂપિયો ગગડવો વધુ ખરાબ નથીઃ મનોજ લાડવા
રૂપિયામાં ઘટાડા અંગે ઈન્ડિયા આઈએનસીના સંસ્થાપક મનોજ લાડવા પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમની વાતોથી સંમત જોવા મળી રહ્યા છે કે રૂપિયામાં ઘટાડો વધુ ખરાબ નથી.
આરબીઆઈને ફૂગાવાના દરને પહોંચી વળવા અને વિકાસ દર જાળવી રાખવા માટે એક નવુ મેન્ડેટ આપવામાં આવ્યુ હતુ. ડૉલરના મુકાબલે રૂપિયામાં થઈ રહેલો ઘટાડો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો 72.10 ના સ્તર પર બંધ થયો હતો. રૂપિયામાં ઘટાડા અંગે દેશમાં રાજકીય ઘમાસાણ મચેલુ છે. કોંગ્રેસ સતત મોદી સરકાર પર દબાણ કરી રહી છે અને હુમલો કરી રહી છે. વળી, રૂપિયામાં ઘટાડા અંગે ઈન્ડિયા આઈએનસીના સંસ્થાપક મનોજ લાડવા પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમની વાતોથી સંમત જોવા મળી રહ્યા છે કે રૂપિયામાં ઘટાડો વધુ ખરાબ નથી.

મોટાભાગના અર્થશાસ્ત્રી અને વિશ્લેષકોનું માનવુ છે કે એક મજબૂત મુદ્રા માત્ર કેટલાક નેતાઓના અહંકાર માટે સારી હોઈ શકે છે પરંતુ અર્થવ્યવસ્થા માટે હંમેશા સારી નથી હોતી ખાસ કરીને વધતી અર્થવ્યવસ્થા માટે.
મનોજ લાડવા પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમના ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા તે લેખનો હવાલો આપે છે જેમાં તેમણે લખ્યુ છે, ભારતને રૂપિયા કેમ સરકવા દેવો જોઈએ... તેઓ લખે છે, 'એક નબળુ ચલણ નિકાસ વૃદ્ધિમાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જે હાલના વર્ષોમાં ખૂબ જ નબળી રહી છે. નબળો રૂપિયો ચીન જેવા દેશોમાં સસ્તા આયાતની પ્રતિસ્પર્ધાને પણ ઓફસેટ કરી શકે છે જે ઘરેલુ ઉદ્યોગોનો પ્રોત્સાહન આપવામાં મદદગાર સાબિત થઈ શકે છે.'
આરબીઆઈ અને ભારત સરકાર ગગડતા રૂપિયા પર શાંત છે. જે પ્રકારે મીડિયામાં સમાચારો ચાલી રહ્યા છે અને રાજકીય દબાણ બાદ દેખાઈ રહ્યુ છે તે પ્રમાણે આ એક આકરી પ્રતિક્રિયા છે. આરબીઆઈને ફૂગાવાના લક્ષ્યને પહોંતી વળવા અને વિકાસ દર જાળવી રાખવા માટે એક નવુ મેન્ડેટ આપવામાં આવ્યુ હતુ. રૂપિયાની ગગડતી હાલતને કોઈ પણ પરિસ્થિતિમાં કાબુ કરવી તેનો હિસ્સો નથી રહ્યો.
તેલની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો વિચાર ભારતના દ્રષ્ટિકોણથી કેમ સારો નથી
મધ્યમ વર્ગ પર બોજ ઓછો કરવા માટે પેટ્રોલ અને ડિઝલની છૂટક કિંમતો પર એક્સાઈઝ ડ્યુટી ઓછી કરવાની વિપક્ષ સતત માંગ કરી રહ્યુ છે. મનોજ લાડવા કહે છે કે આ માંગના કારણે ભારતને પહેલેથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.












Click it and Unblock the Notifications
