હું પીએમ પદની રેસમાં નથીઃ રાજનાથ સિંહ

એક સમાચાર ચેનલ સાથે વાતચીત દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, ભાજપમાં પીએમ પદને લઇને કોઇ વિવાદ નથી. તેમણે કહ્યું કે, તેઓ આ રેસમાં નથી.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, આરોપ લાગવાના કારણે નીતિન ગડકરી ઘણા દુઃખી હતા, જેના કારણે તેમણે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, ગડકરીને અમે એકલા છોડી શકીએ નહીં અને તે પાર્ટીમાં એક મહત્વની ભૂમિકા નિભાવશે.
નિતિન ગડકરીએ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થયા બાદ બનેલા નવા અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રાજનાથ સિંહ માટે આગળને રસ્તો સ્પષ્ટ નહીં હોય. રાજનાથના મંત્રીમંડળના સભ્ય રહેલા અને નજીકના સહોયગીએ કહ્યું કે ભ્રષ્ટાચારના આ યુગમાં રાજનાથે પોતાની છબીને સ્વચ્છ રાખી છે, પરંતુ હવે તેમણે એ સાબિત પણ કરવું પડશે કે તેમને દેશની જનતાનું સમર્થન પણ છે.












Click it and Unblock the Notifications
