કોંગ્રેસને શાંતિથી ઉંઘવા નહી દઉ: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ ગુરૂવારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદના સંસદીય વિસ્તાર ફર્રુખાબાદમાં રેલી યોજી તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે તેમના કાર્યકર્તાઓની ઝપાઝપી થઇ હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ વિરૂદ્ધ કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યાં હતાં. ફર્રુખાબાદથી ત્રણ કિલોમીટર દૂર મલિકપુરમાં 'મે ખુર્શીદ હૂં' લખેલી ટોપી પહેરેલા લોકોએ આઇએસી કાર્યકર્તા પર હૂમલો કર્યો હતો.
કેજરીવાલે ફર્રુખાબાદના લોકો પાસે સલમાન ખુર્શીદને હરાવીને એક વિકલાંગને જીતાડવાનું આહવાન કર્યું હતું. તેમને કહ્યું હતું કે ' અમે તેમને રાજકારણનો પાઠ ભણાવીશું. 2014માં તેમને સત્તામાંથી દૂર કર્યા સિવાય રહીશું નહી.












Click it and Unblock the Notifications
