મારે અત્યારે મુસ્લિમોના વોટની જરૂર નથી-હિમંતા બિસ્વા સરમા
પોતના નફરતી નિવેદનો માટે જાણીતા અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એક વખત મુસ્લિમો વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. હવે તેમને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે તેમને મુસ્લિમોના વોટની જરૂર નથી.
એનડીટીવીના એક અહેવાલ અનુસાર, હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે તે વોટ બેંકની રાજનીતિમાં સામેલ થવા નથી માંગતા અને મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત મુદ્દાઓ પર રાજનીતિ નહીં કરે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ કામ કરે છે.

હિમંતા બિસ્વા સરમાએ આગળ કહ્યું કે, મને અત્યારે મુસ્લિમોના વોટની જરૂર નથી. તમામ સમસ્યાઓનું મૂળ વોટબેંકની રાજનીતિ છે. મારા રાજ્યમાં મહિનામાં એક વાર હું મુસ્લિમ વિસ્તારમાં જાઉં છું, તેમના કાર્યક્રમોમાં ભાગ લઉં છું અને લોકોને મળું છું, પરંતુ હું રાજકારણને તેમના વિકાસ સાથે જોડતો નથી. હું ઈચ્છું છું કે મુસ્લિમો એ સમજે કે કોંગ્રેસને માત્ર તેમના મત જોઈએ છે અને તેથી જ તે પાર્ટી તેમના મુદ્દાઓને રાજકારણ સાથે જોડે છે.
તેમણે આગળ કહ્યું કે, તમે લોકો મને મત ન આપો અને 10 વર્ષમાં તમારા વિસ્તારોનો વિકાસ કરવા દો. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે બાળ લગ્નની પ્રથા ક્યાંય બાકી ન રહે, મદરેસામાં જવાનું બંધ કરવામાં આવે. તમારા બાળકોને મદરેસાઓને બદલે કોલેજમાં મોકલો. રાજ્યમાં ટૂંક સમયમાં આવી સાત કોલેજો શરૂ થવા જઈ રહી છે, જે માત્ર મુસ્લિમ દીકરીઓ માટે જ હશે.
હિમંતા બિસ્વા સરમા તેના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, મુસ્લિમોએ સમજવાની જરૂર છે કે તેમની સાથે ભાજપનું જોડાણ વોટ માટે નથી, પરંતુ તેમના વિકાસ માટે છે. કોંગ્રેસની સરકારમાં મુસ્લિમ વિસ્તારોમાં એકપણ શાળા બની નથી.
તેમણે કહ્યું કે, હું લોકોના વિકાસ માટે કામ કરવા માંગુ છું. આગામી 10-15 વર્ષમાં હું તેમના વિકાસ માટે કામ કરીશ અને ત્યાર બાદ હું મુસ્લિમોને કહીશ કે હવે તમે મને તમારો મત આપો. જો હવે હું મુસ્લિમો પાસે તેમના મત માંગું તો તે એક એવો સંબંધ હશે જેમાં એક હાથ લેવાની અને બીજો હાથ આપવાની પરંપરા હશે. અને હું તેની સાથે આવા સંબંધ બાંધવા માંગતો નથી.
તેમણે આગળ કહ્યું કે, 2016માં, 2020માં... હું ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ગયો નહોતો. મેં કહ્યું હતું કે જ્યારે હું જીતીશ ત્યારે હું તેની પાસે જઈશ. આ વખતે પણ મેં કહ્યું છે કે તમે જેને ઈચ્છો તેને મત આપો, પરંતુ હું મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર નહીં કરું.












Click it and Unblock the Notifications
