For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફર્રુખાબાદ આવી પણ ગયો ને પાછો પણ જઇશઃ કેજરીવાલ

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal protest
ફર્રુખાબાદ, 1 નવેંબરઃ આઇએસીના અરવિંદ કેજરીવાલે વિદેશમંત્રી સલમાન ખુર્શીદને તેમના જ ગઢમાં લલકારતા કહ્યુ છે કે, હું ફર્રુખાબાદ આવી ગયો છું અને આ રેલી પછી આજે રાત્રે ટ્રેનથી પરત પણ ફરવાનો છું. ફર્રુખાબાદ આવતી વખતે 20-25 લોકોએ મારો વિરોધ કર્યો હતો.

કેજરીવાલે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, હું વિરોધ કરનારાઓને કહેવા માંગુ છું કે તે સ્ટેજ પર આવે અને ચર્ચા કરે, આ દેશ તેમનો પણ છે અને અમારો પણ છે. લોકો પોતાને સામે કરીને નાના ન બનાવે.

કેજરીવાલે કહ્યું કે, જ્યારે તેઓ ફર્રુખાબાદ આવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમને કાળા વાવટા બતાવ્યા હતા. હું જાન હથેલી પર રાખીને ફરુ છું. દેશભરના લોકો ફર્રુખાબાદ પહોંચ્યા છે. તેમણે ફર્રુખાબાદની જનતાને કહ્યું કે તેઓ બીજી વખત સલમાન ખુર્શીદને ચૂંટીને દિલ્હી ના મોકલે.

આ પહેલા આઇએસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. જે દરમિયાન આઇએસી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર મારામારી થયાના અહેવાલ છે, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ફર્રુખાબાદ જતી વખતે આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલનું જિલ્લામાં ઘણા સ્થળે સ્વાગત કરવામાં આવ્યું. જો કે, કેટલાક સ્થળો પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેજરીવાલનો વિરોધ પણ કર્યો, જ્યારે કન્નેજમાં કેજરીવાલની ટૂકડીને કાળા વાવટા દર્શાવવા આવેલા ભાજપના કાર્યકર્તાઓને પોલીસે ભગાડ્યા હતા.

કેજરીવાલે આ પ્રદર્શનમાં વિક્લાંગોને જેમ બને તેમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું. મોટી સંખ્યામાં આવેલા લોકોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા.

English summary
Kejriwal said that we have come to Farrukhabad and will be returning tonight. If he can do anything then let him do.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X