પ્રધાનમંત્રી બનવાની કોઇ ઇચ્છા નથી: ચિદમ્બરમ

એ પૂછતા કે તેઓ 2014માં યોજાનાર સામાન્ય ચૂંટણી બાદ પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ નાણામંત્રી કોને બનાવશે, તેમણે જણાવ્યું કે 'મારી એવી કોઇ ચિંતા નથી, મારુ માનવું છે કે મારી પાસે જે કંઇપણ વર્ષો બાકી બચ્યા છે તેમાં હું અન્ય કામ કરવા માંગીશ જેમકે યાત્રા.'
ચિદમ્બરમે મજાકિયા ટોનમાં જણાવ્યું કે 'સવાલના પહેલા ભાગને તો હું રદીયો આપું છું, તો બીજો સવાલ જ પેદા નથી થતો. પરંતુ હું નિશ્ચિતપણે તમારા માટે નવા પ્રધાનમંત્રી માટે અન્ય નામોની ભલામણ કરી શકું છું.' ધ ઇકોનોમિસ્ટ દ્વારા અત્રે આયોજીત ભારત સમ્મેલનમાં સવાલોના જવાબ આપતા ચિદમ્બરમે જણાવ્યું કે તેઓ પાર્ટીના કાર્યકર્તા બની રહેવાનું પસંદ કરશે.
ચિદમ્બરમે જમાવ્યું કે 'જ્યારે હું કોંગ્રેસ પાર્ટીની પ્રદેશ શાખાનો મહાસચિવ હતો, ત્યારબાદ મારી પાસે પાર્ટી સ્તર પર કામ કરવાનો પૂરતો અવસર રહ્યો નહીં. હું સાબિત કરવા ઇચ્છું છું કે હું પણ પાર્ટીનું કામ કરી શકું છું. હું પાર્ટીનું કામ કરવું પસંદ કરીશ પરંતુ પાર્ટી જે કંઇપણ કામ મને સોંપશે તે હું કરવા તત્પર રહીશ. હું આશા રાખું છું કે પાર્ટી મને પ્રવાસ કરવા, વાંચવા અને લખવાનો અવસર અને અનુમતિ આપશે.'












Click it and Unblock the Notifications
