ફડણવીસ પર ભડક્યા નવાબ મલિક, કહ્યુ - મને ખબર છે કે વાનખેડે તમારી ઘણી નજક છે... લગાવ્યા નવા આરોપ

મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના સમીર વાનખેડે અને ભાજપ પર હુમલા સતત ચાલુ છે.

મુંબઈઃ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના સમીર વાનખેડે અને ભાજપ પર હુમલા સતત ચાલુ છે. મંગળવારે પણ તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને બંને પર નવા આરોપ લગાવ્યા છે. નવાબ મલિકે કહ્યુ કે સમીર વાનખેડે જ્યારથી એનસીબી વિભાગમાં આવ્યા તેમણે પોતાની એક પ્રાઈવેટ આર્મી ઉભી કરી દીધી છે કે જે શહેરમાં ડ્રગ્સનો વેપાર કરે છે, નાની-નાની બાબતો પ્રકાશમાં લાવવામાં આવે છે, લોકોને ફસાવવામાં આવે છે. વાનખેડે દ્વારા હજારો કરોડ રૂપિયાની વસૂલી થઈ છે અને તેમાં ઘણા લોકો શામેલ છે.

મને ખબર છે કે ફડણવીસ, કે વાનખેડે તમારી ઘણા નજીક છે...

મને ખબર છે કે ફડણવીસ, કે વાનખેડે તમારી ઘણા નજીક છે...

તેમણે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર પણ કટાક્ષ કરીને કહ્યુ કે કાલે તેમણે કહ્યુ કે મારા જમાઈના ઘરેથી ગાંજો મળી આવ્યો. દેવેન્દ્રજી, વાનખેડે તમારી નજીકના છે, એ વાત મને ખબર છે, જરા પંચનામુ માંગી લો. નવાબ મલિકના જમાઈના ઘરમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ જપ્સ થઈ નથી, હું મીડિયા સામે આ વાત કહી રહ્યો છુ. હું જે પણ કહુ છુ તે આધાર વિના નથી બોલતો.

મારા જમાઈના ઘરેથી કોઈ પણ ખોટી વસ્તુ મળી નથી

મારા જમાઈના ઘરેથી કોઈ પણ ખોટી વસ્તુ મળી નથી

મારા જમાઈના ઘરે જે દિવસે રેડ પડી હતી એ દિવસે મીડિયાઓ ઘણા જોર-શોરથી આ સમાચાર પ્રગટ કર્યા હતા. મારા જમાઈના ઘરેથી કોઈ પણ ખોટી વસ્તુ મળી નથી. મને ખબર છે કે વાનખેડે તમારા નજીકના સંબંધી રહ્યા છે અને બધી જાળ તેમના દિશા-નિર્દેશ પર રચવામાં આવી છે.

કોઈનામાં દમ નથી કે મારા ચરિત્ર પર આંગળી ઉઠાવી શકે

કોઈનામાં દમ નથી કે મારા ચરિત્ર પર આંગળી ઉઠાવી શકે

નવાબ મલિકે કહ્યુ, 'ફડણવીસે કહ્યુ કે મારા અંડરવર્લડ સાથે સંબંધ છે, અરે મે 62 વર્ષ મુંબઈમાં પસાર કર્યા છે અને કોઈ વ્યક્તિમાં દમ નથી કે મારા ચરિત્ર અને વ્યવહાર પર આંગળી ઉઠાવી શકે. જો હું ખોટો હતો તો ફડણવીસ જ્યારે તમે સીએમ હતા ત્યારે મારી ધરપકડ કેમ ના કરી?' નવાબ મલિકે આગળ કહ્યુ કે 'ફડણવીસ તમે અંધારામાં તીર ના ચલાવો તે સારુ રહેશે. મે તમારી પત્નીનો ફોટો એટલા માટે શેર કર્યો હતો કારણકે તમારી પત્નીના વીડિયોનો ફાઈનાન્સર એક ડ્રગ પેડલર છે. તમારી જેમ હું કોઈ ખોટુ કામ નથી કરતો.'

દિવાળી પછી બૉમ્બ ફોડીશુઃ દેવેન્દ્ર ફડણવીસ

તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ નવાબ મલિકે અમૃતા ફડણવીસનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે એક ડ્રગ પેડલર સાથે જોવા મળ્યા હતા. જેના પર હોબાળો મચી ગયો હતો. દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકના બધા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવીને તેમના પર જ સંગીન આરોપ લગાવી દીધા છે. ફડણવીસે કહ્યુ કે નવાબ મલિકને અંડરવલ્ડ સાથે સંબંધ છે જેના પુરાવા તે મીડિયા અને એનસીપી અધ્યક્ષ શરદ પવારને દિવાળી બાદ આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X