હુ ઇચ્છુ છુ કે હિજાબ પહેરવાવાળી દેશની પીએમ બને, બીજેપી મુસ્લિમોની ઓળખની વિરૂદ્ધ: અસદુદ્દીન ઓવૈસી
યુનાઈટેડ કિંગડમને ઋષિ સુનકના રૂપમાં નવા વડાપ્રધાન મળ્યા છે. આ બાદ ભારતમાં તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં ઋષિ સુનક ભારતીય મૂળના નાગરિક છે, તેઓ બ્રિટનના પહેલા વડાપ્રધાન છે જે હિન્દુ ધર્મના છે. ઋષિ સુનક વડાપ્રધાન બન્ય
યુનાઈટેડ કિંગડમને ઋષિ સુનકના રૂપમાં નવા વડાપ્રધાન મળ્યા છે. આ બાદ ભારતમાં તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં ઋષિ સુનક ભારતીય મૂળના નાગરિક છે, તેઓ બ્રિટનના પહેલા વડાપ્રધાન છે જે હિન્દુ ધર્મના છે. ઋષિ સુનક વડાપ્રધાન બન્યા બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે હું ઈચ્છું છું કે હિજાબ પહેરેલી છોકરી એક દિવસ ભારતની વડાપ્રધાન બને. ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે ભાજપ હલાલ માંસની વિરુદ્ધ છે, મુસ્લિમ ધર્મના અન્ય રિવાજો વિરુદ્ધ છે. ભાજપ મુસ્લિમોની ઓળખની પણ વિરુદ્ધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન માત્ર મોંથી જ બોલે છે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ. જમીની વાસ્તવિકતા એ છે કે ભાજપનો એજન્ડા સંપૂર્ણપણે અલગ છે, તે દેશમાં બહુલતાનો અંત લાવવા માંગે છે. ભાજપને હલાલ માંસ, મુસ્લિમોની દાઢી, મુસ્લિમોની ટોપીથી ખતરો દેખાય છે. આ લોકો મુસ્લિમોની ઓળખની વિરુદ્ધ છે. ઓવૈસીએ કહ્યું કે હું ઈચ્છું છું કે ભવિષ્યમાં એક દિવસ હિજાબ પહેરેલી છોકરી દેશની વડાપ્રધાન બને.
નોંધનીય છે કે કર્ણાટકના બીજાપુરમાં મહાનગરપાલિકાના ચાર વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે. ઓવૈસી 28 ઓક્ટોબરે યોજાનારી આ ચૂંટણીને લઈને લોકોને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઓવૈસીએ કહ્યું કે છેલ્લી વખતે અમે ટીઆરએસ ચીફ ચંદ્રશેખર રાવના કહેવા પર અહીં ચૂંટણી લડ્યા ન હતા, તે વખતે અમે જનતા દળ (એસ) માટે પ્રચાર કર્યો હતો. પરંતુ આ વખતે હું મારા પક્ષના ઉમેદવારના પ્રચાર માટે આવ્યો છું.
તમને જણાવી દઈએ કે હિજાબને લઈને દેશમાં એક નવો વિવાદ કર્ણાટકના ઉડુપીની સ્કૂલમાંથી ઉભો થયો હતો, જ્યાં વિદ્યાર્થિનીઓને અંદરથી હિજાબ પહેરવા પર રોક લગાવવામાં આવી હતી. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે પણ આ પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાએ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતી વખતે વિભાજિત ચુકાદો આપ્યો હતો. જેના કારણે હવે આ મામલે સુપ્રીમ કોર્ટની મોટી બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
