કેવી મહિલાઓને સંસદમાં જોવા માંગે છે રાહુલ ગાંધી?
નવી દિલ્હી, 21 માર્ચ: લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની સરકારની સફળતાઓને ગણાવવામાં થાકતી નથી. મણિપુરની પોતાની સીટમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર પુનરાવર્તન કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓને સશક્તિકરણ ઈચ્છે છે.
મહિલા મતદારોને આકર્ષવાના પ્રયત્નમાં જોડાયેલ રાહુલે બોક્સર મેરી કોમની પ્રશંસા કરી અને કહ્યું હતું કે તે મેરી કોમ જેવી મહિલાઓને પાર્લામેન્ટમાં જોવા માંગે છે. તેમણે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે મેરી કોમ જેવી સશક્ત મહિલાઓ સંસદમાં આવે કારણ કે મેરી કોમ મહિલા સશક્તિકરણનું પ્રતિક છે.

રાહુલ ગાંધી મહિલાઓને સંસદમાં 50 ટકા સુધી ભાગીદારી આપવા માટે ભાર મૂકી રહ્યાં છે પરંતુ હકિકત એ છે કે કોંગ્રેસ નેતૃત્વવાળી સતત બે સરકારોના કાર્યકાળમાં 33 ટકા અનામત પણ મળી શકી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ધુંઆધાર પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન તે મણિપુર પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
