For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીઃ શાહીન બાગના એક્ટિવિસ્ટ શહજાદ અલી ભાજપમાં સામેલ, CAA પર કહી આ વાત

દિલ્હીઃ શાહીન બાગના એક્ટિવિસ્ટ શહજાદ અલી ભાજપમાં સામેલ, CAA પર કહી આ વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ કોરોના લૉકડાઉન શરૂ થયું ત્યાં સુધી ધરણા- પ્રદર્શન ચાલી રહ્યાં હતાં. પરંતુ હવે એ વિસ્તારમાં બહુ વધુ સક્રિય રહેલા એક મુસ્લિમ સામાજિક કાર્યકર્તા ભાજપમાં સામેલ થઈ ગયા છે અને ભરોસો જતાવ્યો છે કે જે લોકોના મનમાં સીએએને લઈ કોઈપણ પ્રકારની ચિંતા છે, તેમની સાથે બેસીને તેનો કોઈ ઉકેલ કાઢશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાહીન બાગના ધરણાને મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ હવે તે વિસ્તારના જ એક સક્રિય સોશિયલ એક્ટિવિસ્ટ અને મુસ્લિમ ચેહરાએ કમળ સાથે પોતાનો હાથ મિલાવી લીધો છે.

shahzad ali

દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં સક્રિય સામાજિક કાર્યકર શહજાદ અલીએ રવિવારે ભાજપ જોઈન કરી લીધું છે. તેમને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને પાર્ટીના વરિષ્ઠ નેતા શ્યામા જાજૂની હાજરીમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપમાં સામેલ થયા બાદ શહજાદ અલીએ કહ્યું, 'ભાજપ આપણા દુશ્મન છે એવું વિચારતા આપણા સમુદાયના લોકોને ખોટા સાબિત કરી શકું તે માટે હું ભાજપમાં સામેલ થયો છું. અમે નાગરિકતા સંશોધન કાનૂન પર તેમની ચિંતાઓને લઈ તેમની સાથે મળીને બેસશું.'

જણાવી દઈએ કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંસદથી નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવી નાગરિકતા સંશોધન કાનૂન લાગૂ કરાવ્યું હતું. આ કાનૂન અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક ઉત્પિડનના શિકાર થઈ ભારત આવતા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનું પ્રાવધાન છે. કાનૂન અંતર્ગત આ ત્રણેય દેશથી જે હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ પારસી અને ક્રિશ્ચિયન ધાર્મિક ઉત્પીડનના કારણે 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવી શરણાર્થીનું જીવન જીવી રહ્યા છે, તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. પરંતુ દેશમાં મોટાભાગના મુસલમાનો સહિત કેટલીક વિપક્ષી પાર્ટીઓએ તેનો જોરદાર વિરોધ કર્યો છે.

અફઘાનિસ્તાનમાં સેનાએ 5 તાલિબાની આતંકીઓને ઠાર માર્યાઅફઘાનિસ્તાનમાં સેનાએ 5 તાલિબાની આતંકીઓને ઠાર માર્યા

English summary
muslim activist shahzad ali who protested against CAA bill joined bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X