For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે અંબાલામાં રાફેલ વિમાનોને રિસીવ કરશે વાયુસેના પ્રમુખ, જોધપુરમાં થશે લેન્ડીંગ

ભારતીય વાયુસેના માટે બુધવારનો દિવસ ઘણો ઐતિહાસિક છે જ્યાં ફ્રાંસના પાંચ રાફેલ ફાઈટર વિમાન ભારત આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેના માટે બુધવારનો દિવસ ઘણો ઐતિહાસિક છે જ્યાં ફ્રાંસના પાંચ રાફેલ ફાઈટર વિમાન ભારત આવી રહ્યા છે. વિમાન અંબાલા સ્થિત એરબેઝ પર લેન્ડ કરશે.અહીં પહેલા સ્ક્કાડ્રનની તૈનાતી થવાની છે. આ દરમિયાન રાફેલ વિમાનોને રિસીવ કરવા માટે ખુદ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા હાજર રહેશે. વાયુસેના પ્રમુખ ઉપરાંત ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં શામેલ થશે. આ દરમિયાન કોવિડ-19 સંબંધિત બધા પ્રોટોકૉલનુ પાલન કરવામાં આવશે.

જોધપુરમાં વૈકલ્પિક વ્યવસ્થા

જોધપુરમાં વૈકલ્પિક વ્યવસ્થા

વાયુસેના અધિકારીઓના જણાવ્યા મુજબ જો હવામાન બરાબર રહ્યુ તો બુધવારે 2 વાગે લગભગ પાંચે વિમાન અંબાલા એરબેઝ પર લેન્ડ કરશે. જો હવામાન કે કોઈ અન્ય મુશ્કેલી આવે તો તેને જોધપુર એરબેઝ પર લેન્ડ કરાવવામાં આવશે ત્યાં વૈકલ્પિક તૈયારીઓ કરવામાં આવી છે. વાયુસેના પ્રમુખ ખુદ બુધવારે સવારે અંબાલા એરબેઝ પહોંચી જશે. ત્યારબાદ તેમની આગેવાનીમાં પાંચે વિમાનોનુ સ્વાગત થશે. અંબાલામાં વિમાન ઉતર્યા બાદ ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહના નેતૃત્વમાં પાયલટ, વાયુસેના પ્રમુખને મળશે અને તેમને ફ્રાંસમાં તેમની ઉડાન અને પ્રશિક્ષણ વિશે માહિતી આપશે.

સુરક્ષાની સઘન વ્યવસ્થા

સુરક્ષાની સઘન વ્યવસ્થા

વિમાનોની લેન્ડીંગ પહેલા અંબાલા એરબેઝના 3 કિલોમીટરની સીમામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અહીં કોઈ ડ્રોનને ઉડાવવાની પણ મંજૂરી નથી. વળી, એરબેઝ પાસે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ વિસ્તારમાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પણ મનાઈ છે. કોરોના મહામારીને જોતા પણ ત્યાં મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે. વાયુસેના મુજબ પાયલટ ઉડાન પહેલા કોવિડ-19 પ્રોટોકૉલનુ પાલન કરશે.

ભારતે ખરીદ્યા છે 36 જેટ

ભારતે ખરીદ્યા છે 36 જેટ

ભારતે સપ્ટેમ્બર, 2016માં ફ્રાંસ સાથે 36 રાફેલ ફાઈટર વિમાનોની ડીલ હતી. આ ડીલ લગભગ 59 હજાર કરોડ રૂપિયાની હતી. હવે આની પહેલી ખેપ ભારતને મળી જ્યારે અંબાલામાં રાફેલ વિમાનની લેન્ડીંગ બાદ જલ્દી આને કમેન્ટ ઑપરેશનમાં પણ લગાવવામાં આવશે કારણકે ફ્રાંસે રાફેલ વિમાનમાં લાગતા Scalp અને Meteor મિસાઈલ ભારત માટે રવાના કરી દીધા છે. આ રાફેલ વિમાનોમાં હવાથી હવામાં 150 કિમી સુધીની રેન્જ લક્ષ્ય ભેદનાર મેટ્યોર મિસાઈલ લાગી હશે. વિમાનમાં તૈનાત Scalp અને Meteor મિસાઈલો ભારતીય વાયુસેનાને મજબૂતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

<strong>30 વર્ષીય વહુએ લિવર ડોનેટ કરી 61 વર્ષના સસરાને જીવનદાન આપ્યું</strong>30 વર્ષીય વહુએ લિવર ડોનેટ કરી 61 વર્ષના સસરાને જીવનદાન આપ્યું

English summary
IAF chief RKS Bhadauria will receive Rafales in Ambala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X