For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ અને કાશ્મીરમાં ઉડ્યાં ભારતીય વાયુસેનાનાં વિમાન, પાકિસ્તાનમાં ડર્યા લોકો

LoC પાસે ઉડ્યાં ભારતીય વાયુસેનાના વિમાન, પાકમાં લોકો ડર્યા

|
Google Oneindia Gujarati News

અમૃતસરઃ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ હરકતનો જવાબ આપવાના ઉદ્દેશ્ય સાથે બોર્ડર નજીકના વિસ્તારમાં એક્સરસાઈઝ કરી. એરફોર્સે આ સમયે સંપૂર્ણ રીતે તકેદારી રાખી કોઈપણ ક્ષણે પાકિસ્તાનને જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. આ એક્સરસાઈઝ ગુરુવારે મોડી રાત્રે થઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 26મી ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઈકના જવાબમાં 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન એરફોર્સના ફાઈટર્સ જમ્મુ અને કાશ્મીરમાં દાખલ થયાં હતાં.

જેટ્સનો અવાજ સાંભળી જાગી ગયા લોકો

જેટ્સનો અવાજ સાંભળી જાગી ગયા લોકો

ગુરુવારે મોડી રાત્રે થયેલ એક્સરસાઈઝ દ્વારા ભારતીય વાયુસેનાએ પોતાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જમ્મુ અને કાશ્મીર સ્થિત એલઓસી અને પંજાબની બોર્ડર પર થયેલ આ એક્સરસાઈઝમાં કેટલાય ફાઈટર જેટ્સે ભાગ લીધો. જ્યારે પંજાબના અમૃતસરમાં કેટલાક લોકોએ દાવો કર્યો કે તેમણે બે વખત તેજ અવાજ સાંભળ્યો. લોકો ઘભરાઈને ઘરથી બહાર આવી ગયા. પરંતુ પોલીસે આ લોકોને અપીલ કરી કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અફવા પર ધ્યાન ન આપે. આ અવાજ આઈએએફના જેટ્સની હતી જે પાકિસ્તાન સ્થિત બોર્ડર નજીક ઉડી રહ્યાં હતાં.

પોલીસે શાંતિની અપીલ કરી

પોલીસે શાંતિની અપીલ કરી

અમૃતસરમાં મોડી રાત્રે 1.15 મિનિટ પર જેટનો અવાજ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ દાવા કર્યા કે તેમણે ધમાકાનો અવાજ સાંભળ્યો. અમૃતસરમાં જોતજોતામાં કેટલાય પ્રકારની અફવા શરૂ થઈ ગઈ. અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સે એસએસપી પરમપાલ સિંહે જણાવ્યું કે આ સોનિક બૂમ હતું જે ભારતીય વાયુસેનાના જેટ્સને કારણે થયું હતું. સોનિક બૂમ એ સ્થિતિ હોય છે જ્યારે કોઈપણ ચીજ હવામાં ધ્વનિની ગતિથી પણ તેજ સફર કરે છે.

પાક બોર્ડર તરફ ઉડ્યાં જેટ્સ

પાક બોર્ડર તરફ ઉડ્યાં જેટ્સ

તેમણે જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ પાછલી રાત્રે એક એક્સરસાઈઝ કરી હતી જેમાં કેટલાય ફાઈટર જેટ્સ ભારત-પાકિસ્તાન બોર્ડર તરફ અમૃતસરમાં ઉડી રહ્યા હતા. 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ વર્ષ 1971ના જંગ બાદ બોર્ડર પાર કરી અને બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના અડ્ડા પર હુમલો કર્યો હતો. બાલાકોટ, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આવે છે.

27 ફેબ્રુઆઈએ ભારતીય વાયુસેના હાઈઅલર્ટ પર

27 ફેબ્રુઆઈએ ભારતીય વાયુસેના હાઈઅલર્ટ પર

જે બાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન એરફોર્સના જેટ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સ્થિત સુંદબરનીમાં દાખલ થયાં. પાકિસ્તાનના 24 જેટ્સે ભારતીય વાયુસીમા ક્ષેત્રનો ઉલ્લંઘન કર્યો. પાકનો ઉદ્દેશ્ય ભારતીય મિલેટ્રી સંસ્થાનોને નિશાન બનાવવાનો હતો. કાશ્મીરમાં થયેલ ડૉગફાઈટમાં પાકિસ્તાન એરફોર્સના એફ-16 તોડી પાડવામાં આવ્યાં. જેને વિંગ કમાન્ડર અભિનંદને તોડી પાડ્યું હતું જેઓ મિગ-21 ઉડાવી રહ્યા હતા. જે બાદથી વાયુસેના હાઈઅલર્ટ પર છે.

Birthday: કરોડોની માલિક છે આલિયા, ડેબ્યુ પહેલા આવી દેખાતી હતી, જુઓ PicsBirthday: કરોડોની માલિક છે આલિયા, ડેબ્યુ પહેલા આવી દેખાતી હતી, જુઓ Pics

English summary
IAF has carried out major readiness exercise near Pakistan border in Jammu Kashmir, Punjab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X