જો સર્જિકલ સ્ટ્રાઇક થઇ હવે તો પાક.ના પરમાણુ કેન્દ્રોનો વારો : એરફોર્સ ચીફ

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય વાયુ સેનાના પ્રમુખ બીએસ ઘનોઆએ કહ્યું કે વાયુસેના તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકવા સક્ષમ છે. ચીન અને પાકિસ્તાનની તરફથી ભારતમાં વધી રહેલી મુશ્કેલીઓનો સામનો કરવા પણ ભારત તૈયાર છે તેવું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે આપણી ભારતીય વાયુસેના પાકિસ્તાનના ન્યૂક્લિયર કેન્દ્રોને ખતમ કરવા માટે પણ સક્ષમ છે. બીએસ ઘનોઆએ કહ્યું કે ચીન હોય કે પાકિસ્તાન ભારતની સેના આ બન્નેને સમય આવતા યોગ્ય જવાબ આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે સરકાર નિર્ણય લે તો વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ જોડાઇ શકે છે. અને બે ફ્રંટ પર લડાઇ થાય તો અમને 42 સ્ક્વાડ્રનની જરૂર પડશે.

air marshal

અને અમારી પાસે પ્લાન બી પણ તૈયાર છે. તેમણે કહ્યું કે વર્ષ 2032 સુધી વાયુસેના 42 યુદ્ધ વિમોનો વાળી ક્ષમતા મેળવી લેશે. સાથે જ તેમણે કહ્યું કે ચીન એરફોર્શ હંમેશા ગરમીમાં ઓપરેશન કરે છે શરદીમાં પાછળ હટી જાય છે. અને થોડીક જ મિનિટોમાં રિસ્પોન્સ કરવા માટે સક્ષમ છે. વધુમાં એરફોર્સ વિમાનો પર થઇ રહેલા અકસ્માતો પર પણ તેમણે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આવા અકસ્માતો રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે સ્વીકાર્યું કે ભલે હાલ ભારતીય વાયુસેના પાસે ફાઇટર પ્લેનની અછત હોય પણ તે કોઇ પણ ટાસ્ક પૂર્ણ કરવા માટે સક્ષમ છે.

English summary
IAF is prepared to fight at short notice in full synergy with other two sister services says Air Chief Marshal B S Dhanoa.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.