For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Breaking News: વિંગ કમાન્ડર અભિનંદનને કાલે છોડી મૂકશે પાકિસ્તાન, જાણો ઈમરાન ખાને શું કહ્યું

Breaking News: વિંગ કમાન્ડર અભિનંદનને કાલે છોડી મૂકશે પાક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિમાં ભારત માટે એક સારા સમાચાર છે. પાકિસ્તાને ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને છોડી મૂકવાનો વાયદો કર્યો છે. ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ અંગે જાણકારી આપતા કહ્યું કે શુક્રવારે ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનને છૂડી મૂકીશું. આ સમાચાર તમામ ભારતીયોને ખુશ કરે તેવા છે. આગળ જાણો ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદને સંબોધતા વધુ શું કહ્યું...

indian air force

જણાવી દઈએ કે પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના 13 જેટલા આતંકી કેમ્પ એર સ્ટ્રાઈક કરી 300થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. બાદમાં ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરી રહેલ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન મિગ-21 PoKમાં ક્રેશ થયું હતું. પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને છોડવા માટે શરત રાખતા કહ્યું હતું કે શાંતિનો માહોલ સર્જાશે ત્યાર પછી જ અભિનંદનને છોડવા વિશે વિચારીશું પણ ભારતે કડક શબ્દોમાં અભિનંદનને પરત મોકલવા પાકિસ્તાન પર દબાણ કર્યું હતું.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં પોતાનું વક્તવ્ય આપતા કહ્યું કે ભારતના પાયલોટને આપણે પકડ્યો છે, શાંતિ સ્થાપવા માટે અમે કાલે ભારતના પાયલોટને છોડી મૂકીશું. વધુમાં ઈમરાન ખાને કહ્યું કે મેં કાલે પણ પીએમ મોદીને ફોન કરવાની કોશિશ કરી હતી, તેમને મેસેજ મોકલ્યો હતો કે જો પરિસ્થિતિ વધુ આગળ વધી જશે તો તેનાથી ભારત કે પાકિસ્તાનને કંઈ ફાયદો નહિ થાય. ઈમરાન ખાને જ્યારે ભારતીય પાયલોટને છોડવાની જાહેરાત કરી ત્યારે તમામ સાંસદોએ બેંચ પર થાપલી મારીને આ નિર્ણયને આવકાર્યો હતો. અહીં જુઓ વીડિયો.

વધુમાં ઈમરાન ખાને કહ્યું કે એક ખેલાડી તરીકે હું ભારતનો પ્રવાસ ખેડી ચૂક્યો છું અને ત્યાં મારા કેટલાય મિત્રો છે. હું જાણું છું કે ભારતના ઘણા લોકો હાલની સરકારની રણનીતિથી સહમત નથી. તેમને એહસાસ થશે કે આ ભૂલ છે. કાલે મેં મોદી સાથે આ વિશે વાત કરવાની કોશિશ કરી હતી. આજે સાંજે તુર્કીના રાષ્ટ્રપતિ સાથે આ વિશે વાત કરીશ. પરંતુ મહેરબાની કરીને આ પગલાંને અમારી કમજોરીના રૂપે ન જોતા. હું ભારતને કહીશ કે આને આગળ લઈને ન જાઓ, જો તેવું થયું તો પાકિસ્તાન પાસે જવાબી હુમલા સિવાય બીજો કોઈ વિકલ્પ નહિ હોય. ઈમરાન ખાને કહ્યું કે ભારતનો પાયલોટ અમે પકડ્યો છે. શાંતિની પહેલ તરીકે અમે તેને કાલે છોડી મૂકીશું.

અગાઉ ભારતીય સરકારે પાયલોટ અભિનંદનને પરત લાવવા માટે કોઈપણ પ્રકારની સમજૂતીથી ઈનકાર કરી દીધો હતો. જણાવી દઈએ કે બુધવારે પાકિસ્તાનનું વિમાન ભારતીય સીમામાં ઘુસવાની કોશિશ કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક પરત ભગાડી દીધું, પાકિસ્તાનના વિમાન એફ-16નો પીછો કરી રહેલ ભારતનું મિગ-21 હતું, જેને વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન ઉડાવી રહ્યા હતા. પાકિસ્તાની વિમાનનો પીછો કરવાના ચક્કરમાં અભિનંદન પીઓકેમાં ચાલ્યા ગયા હતા. જ્યાં તેમનું મિગ-21 ક્રેશ થઈ ગયું અને તેઓ પેરાશૂટથી બહાર નિકળી આવ્યા, જે બાદ પાકિસ્તાની સેનાએ તેમની પકડી લીધા હતા.

આ પણ વાંચો- ડીલનો કોઈ સવાલ જ નહિ, અમારા વિંગ કમાન્ડરને પાકિસ્તાન પાછા મોકલેઃ ભારત

English summary
IAF pilot Abhinandhan to be released tomorrow!!!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X