
શિવરાજ સિંહ ચૌહાણે ડીએમને ધમકી આપતા IAS એસોસિએશને ચૂંટણી પંચને લખ્યો પત્ર
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જે રીતે ડીએમ વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ તે બાદ મધ્ય પ્રદેશ IAS એસોસિએશને શિવરાજ સિંહ ચૌહાણ સામે નારાજગી વ્યક્ત કરી છે. IAS એસોસિએશને ચૂંટણી કમિશનને એક પત્ર લખ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે વરિષ્ઠ ભાજપ નેતાએ ડીએમ વિશે આ રીતે લોકો વચ્ચે આ રીતનો ધમકીભર્યુ નિવેદન આપ્યુ છે તે યોગ્ય નથી અને આનાથી અધિકારીની સ્વંતત્ર અને નિષ્પક્ષ કાર્યપ્રણાલી પર અસર પડશે.
એસોસિએશન તરફથી કહેવામાં આવ્યુ છે કે આ રીતના નિવેદનથી અધિકારી કે જે ચૂંટણી પ્રક્રિયાને યોગ્ય અને નિષ્પક્ષ રીતે કરાવવામાં લાગેલા છે તેમનુ મનોબળ ઘટશે. એસોસિએશને અપીલ કરી છે કે ચૂંટણી કમિશનની પોલ પેનલ ભાજપ નેતાના આ નિવેદનની નોંધ લે અને એડવાઈઝરી જાહેર કરે કે ભવિષ્યમાં આ રીતનું નિવેદન આપવામાં ન આવે. તમને જણાવી દઈએ કે બુધવારે શિવરાજ સિંહ ચૌહાણે એક જનસભા દરમિયાન છિંદવાડાના ડીએમને કહ્યુ કે તારુ શું થશે જો અમે ફરીથી સત્તામાં આવી ગયા. વાસ્તવમાં ડીએમે શિવરાજ સિંહ ચૌહાણના વિમાનની લેંડિંગની મંજૂરી નહોતી આપી. આના પર નારાજગી વ્યક્ત કરીને શિવરાજ સિંહે કહ્યુ હતુ કે પિઠ્ઠુ કલેક્ટર, હું એક વાર ફરીથી સત્તામાં પાછો આવીશ ત્યારે તારુ શું થશે.
જોવાની વાત એ છે કે શિવરાજ સિંહ ચૌહાણને ઉમરેઠમાં સાંજે 5.30 વાગે લેંડ કરવાનું હતુ પરંતુ ડીએમે કહ્યુ કે તમે સાંજે 5 વાગ્યા પછી લેંડ ન કરી શકો. શિવરાજે કહ્યુ કે હું 5.30 વાગ્યા સુધી ઉમરેથ પહોંચી ગયો હોત પરંતુ મારા સ્ટાફે માહિતી આપી કે મને 5 વાગ્યા પછી લેન્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવી. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19મેના રોજ ચૂંટણી થવાની છે. ચૂંટણી પરિણામોની ઘોષણા 23 મેના રોજ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કાશીના દ્વારે પહોંચ્યા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પીએમ મોદીના નામાંકનમાં લેશે ભાગ