IAS ટીના ડાબીને ફેને પૂછ્યુઃ બિઝી શિડ્યુલમાં પણ આટલા સુંદર કેવી રીતે?

વર્ષ 2016 માં યુપીએસસી ટોપ કરનાર ટીના ડાબીની ટ્રેનિંગ પૂરી થઈ છે. હવે તે પોતાના જીવનની આગળની સફર વિશે પણ પોતાના ફેન્સને પળે પળની અપડેટ આપી રહ્યા છે.

વર્ષ 2016 માં યુપીએસસી ટોપ કરનાર ટીના ડાબીની ટ્રેનિંગ પૂરી થઈ છે. ટીનાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એ વાતની જાણકારી આપી હતી કે હવે તે પોતાના જીવનની આગળની સફર વિશે પણ પોતાના ફેન્સને પળે પળની અપડેટ આપી રહ્યા છે. ટ્રેનિંગ બાદ ટીના ઔરંગાબાદ પહોંચી ગયા છે જ્યાંથી તેમણે પોતાના ફેન્સ માટે ફોટા પોસ્ટ કર્યા છે. આ સાથે ટીના પોતાના ફેન્સના સવાલોના જવાબ પણ આપ્યા છે.

ટ્રેનિંગ બાદ ઔરંગાબાદ પહોંચી ટીના

ટ્રેનિંગ બાદ ઔરંગાબાદ પહોંચી ટીના

ટીનાએ ઔરંગાબાદના ઈન્ડો-જર્મન ટેકનોલોજી સેન્ટર પરથી પોતાના ફેન્સ માટે ફોટા પોસ્ટ કર્યા. ટીનાએ આ ફોટા સાથે લખ્યુ, "ઈન્ડો-જર્મન ટેકનોલોજી સેન્ટરમાં છુ. અહીં ટૂલ રૂમમાં વિનિર્માણ અને ટ્રેનિંગ વિશે જાણીને ઘણુ સારુ લાગ્યુ. માઈક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલયના અંતર્ગત ઔરંગાબાદનું આ સેન્ટર દેશના 18 ટૂલ સેન્ટરોમાં સૌથી સારા સેન્ટરોમાંનું એક છે."

યુઝરના સવાલ પર આ હતો ટીનાનો જવાબ

યુઝરના સવાલ પર આ હતો ટીનાનો જવાબ

ટીનાને મહારાષ્ટ્રમાં જોઈને ટીનાના મરાઠી ફેન્સે તેમનું સ્વાગત કર્યુ. ત્યારબાદ ટીના ઈલોરાની ગુફાઓમાં ફરવા ગયા અને તેના ફોટા પર તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપડેટ કર્યા. ફોટામાં ટીનાની સ્મિત પર હજારો ફેન્સ ફિદા થઈ ગયા. એકે તો ત્યાં સુધી લખી દીધુ કે આટલા બિઝી શિડ્યુલમાં પણ તે આટલા સુંદર કેવી રીતે લાગી રહ્યા છે. આના પર યુઝરનો આભાર માનતા ટીનાએ લખ્યુ, "હા હા આભાર, અહીંનું હવામાન એટલુ સરસ છે કે થાકનો અનુભવ જ નથી થતો."

પ્રશંસા કર્યા વિના રહી ના શક્યા પતિ

પ્રશંસા કર્યા વિના રહી ના શક્યા પતિ

ટીનાના આ ફોટા પર તેમના પતિ આમિરે પણ કમેન્ટ કરી. પત્નીના હસતા ફોટા પર આમિરે લખ્યુ, ‘માશાઅલ્લા'. તમને જણાવી દઈએ કે ટીના ડાબીએ આ વર્ષે અતહર આમિર સાથે લગ્ન કર્યા છે. વર્ષ 2015 ની યુપીએસસી ટોપર ટીના ડાબી અને તે જ વર્ષના સેકન્ડ ટોપર રહેલા અતહર આમિરે આ વર્ષે 20 માર્ચે રજિસ્ટર ઓફિસમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ પહેલગામમાં બંનેના લગ્ન થયા અને પછી દિલ્હીમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ હતુ. રિસેપ્શનમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદ સહિત ઘણી રાજકીય હસ્તીઓ ત્યાં પહોંચી હતી. બંનેના લગ્ન પર દક્ષિણપંથી વિચારધારાના લોકોએ ઘણો હોબાળો પણ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X