દક્ષિણ ભારતના મંદિરો પર થઇ શકે છે આતંકી હુમલો, IBની ચેતવણી

બેંગલુરુ, 27 એપ્રિલ: દક્ષિણ ભારતના મંદિરો પર ભારે ખતરાની ગુપ્તચર વિભાગે એલર્ટ જારી કર્યું છે. ભારતીય ઇન્ટેલિજન્સ બ્યુરોએ હાઇ એલર્ટ જારી કર્યું છે. હાલમાં જ કેરળના પદ્મનાભ મંદિરમાં પાઇપ બોમ્બ મળવાથી સુરક્ષા એજન્સીઓના પડકારમાં વધારો થયો છે.

હાલના દિવસોમાં દક્ષિણ ભારતના મંદિરોમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ હરકતો વધી ગઇ છે. વિદ્યાર્થીઓના ઇસ્લામિક આંદોલન, નક્સલિયોની વધતી ગતિવિધિયો સહિત અન્ય સંગઠનોની હરકતોએ મંદિરોની સુરક્ષા પર ખતરામાં વધારો થયો છે.

હાલમાં જ એનઆઇએ અને ચેન્નઇ પોલીસે તમિલનાડુમાં 26/11 તર્જ પર આઇએસઆઇના શ્રીલંકા તરફથી મોટા હુમલાને ટાળ્યો હતો. એવામાં પોલીસે મંદિરોની સુરક્ષાને પણ વધારવાની વાત કહી છે.

Temple
મંદિરો કેમ છે નિશાના પર
મંદિરો પર હુમલો કરીને આતંકી ભારતમાં ધાર્મિક ઉન્માદ અને ધર્મના આધાર પર દેશમાં રમખાણ ભડકાવવા ઇચ્છે છે. ધાર્મિક સ્થળ લોકોની આસ્થા સાથે જોડાયેલ હોય છે જેનો ફાયદો આતંકી ઉઠાવવા માંગે છે. જ્યારે નોંધનીય વાત એ છે કે નક્સલી ધાર્મિક સ્થળોને નિશાનો નથી બનાવતા.

દક્ષિણ ભારતમાં ઘણા એવા સંગઠનો છે જે કોઇ પણ હાલમાં મંદિરોને નિશાનો બનાવવા ઇચ્છે છે. આ સંગઠન પોતાના અસ્તિત્વને એકવાર ફરી મજબૂત કરવા માટે મંદિરને નિશાનો બનાવી રહ્યા છે. ગુપ્તચર વિભાગના એક અધિકારીએ વનઇન્ડિયાને જણાવ્યું કે દક્ષિણના આતંકી સંગઠનોને ફરીથી બતાવવા માટે મંદિરો પર હુમલો સૌથી સરળ માર્ગ લાગે છે.

પદ્મનાભ મંદિર પર છે ખતરો
પદ્મનાભ મંદિરના તળાવને જ્યારે સાફ કરવામાં આવ્યું તો તેમાંથી 5 પાઇપ બોમ્બ મળી આવ્યા હતા. આ બોમ્બ મળવાથી ઘણો હાહાકાર મચી ગયો હતો. તેની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય કમિટિનું ગઠન પણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સીસીટીવી કેમેરાની ફુટેજને પણ જોવામાં આવ્યું. જોકે અત્યાર સુધી આ મામલાની તપાસ પૂરી થઇ શકી નથી, અને આ અંગે કોઇ ખુલાસો પણ નથી થઇ શક્યો.

જ્યારે ગુપ્તચર અધિકારીઓનું માનવું છે કે આ ગતિવિધિયોની પાછળ આતંકવાદીઓનું ષડયંત્ર હોઇ શકે છે. આતંકીઓ મોટા સ્તર પર મંદિરોને પોતાનો નિશાનો બનાવવા માગે છે.

કનક દુર્ગા મંદિર પણ નિશાના પર
વિજયવાડા સ્થિત કનક દુર્ગા મંદિર પર પણ મોટો આતંકી હુમલાની સંભાવના છે. આંધ્ર પ્રદેશના અધિકારીઓનું કહેવું છે કે સિમીના આતંકવાદીએ ધમકી આપી છે કે કનક દુર્ગા મંદિરને ઉડાવી દેશે.

પોલીસે ધમકીને ગંભીરતાથી લઇને તમામ મંદિરોની સુરક્ષામાં વધારો કરી દીધો છે. તેમ જ મંદિરોમાં આવનાર વાહનોની તપાસને લઇને પણ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X