For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દોષી જાહેર કરાયા બાદ ચંદા કોચર બોલી, ‘સત્ય સામે આવશે'

આઈસીઆઈસીઆઈ બેંકના જે બોર્ડે બેંકની પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરને 10 મહિના પહેલા વંશવાદ અને પદનો ખોટો ઉપયોગ કરવાના આરોપમાં ક્લીન ચીટ આપી હતી તે કેસમાં હવે બોર્ડે પોતાનો નિર્ણય બદલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

આઈસીઆઈસીઆઈ બેંકના જે બોર્ડે બેંકની પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરને 10 મહિના પહેલા વંશવાદ અને પદનો ખોટો ઉપયોગ કરવાના આરોપમાં ક્લીન ચીટ આપી હતી તે કેસમાં હવે બોર્ડે પોતાનો નિર્ણય બદલી દીધો છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ બી એમ શ્રીકૃષ્ણાની તપાસ બાદ બેંકે પોતાનું વલણ બદલી દીધુ છે. તપાસ બાદ બેંકે માત્ર ચંદા કોચરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય જ નથી લીધો પરંતુ 2009 બાદ કોચરને આપેલા બધા બોનસ પણ પાછા લેવાનો નિર્ણય લીધો છે.

chanda kochhar

વાસ્તવાં વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતની ફર્મને કરોડો રૂપિયાની લોન આપવા મામલે ચંદા કોચર પર ફર્જીવાડાનો આરોપ લાગ્યો હતો. આ ફર્મમાં દીપક કોચર કે જે ચંદા કોચરના પતિ છે અને અન્ય બે સંબંધીઓ શામેલ હતા. ફર્મને 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. માર્ચ 2018માં બેંકે કહ્યુ હતુ કે આ મામલે કોઈ પણ પ્રકારની ગરબડ નથી થઈ કે કોઈને લાભ પણ પહોંચાડવામાં આવ્યો નથી. બોર્ડને સીઈઓ અને એમડી ચંદા કોચર પર પૂરો ભરોસો છે.

સુપ્રીમ કોર્ટના જજના રિપોર્ટ બાદ બોર્ડે પોતાનું વલણ બદલી દીધુ. બુધવારે જાહેર કરાયેલ એક નિવેદનમાં આઈસીઆઈસીઆઈ બેંકે કહ્ય કે ચંદા કોચરને બેંકમાંથી અલગ કરવામાં આવી રહ્યા છે. બોર્ડના નિર્ણય બાદ ચંદા કોચરે કહ્યુ કે તે આ નિર્ણયથી નિરાશ, દુખી અને આશ્ચર્યચક્તિ છે. તેમણે કહ્યુ કે આ નિર્ણયની નકલ મને આપવામાં આવી નથી. મે મારા વ્યવસાયને સંપૂર્ણ ઈમાનદારી અને પ્રોફેશનલ રીતે અપનાવ્યો હતો, મને પૂરો ભરોસો છે કે સત્ય જલ્દી સામે આવશે.

આ પણ વાંચોઃ આકરા અને મોટા નિર્ણયો લેવા માટે પૂર્ણ બહુમતની સરકાર જરૂરીઃ સુરતમાં પીએમ મોદીઆ પણ વાંચોઃ આકરા અને મોટા નિર્ણયો લેવા માટે પૂર્ણ બહુમતની સરકાર જરૂરીઃ સુરતમાં પીએમ મોદી

English summary
ICICI fires Chanda Kochhar after retired SC judge report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X