For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલતુ કુતરો કરડશે તો માલિકને આપવો પડશે મોટો દંડ, પાલતુ જાનવરો માટે નવા નિયમ લાગુ

લોકોને કુતરા-બિલાડી પાળવાના શોખીન હોય છે. ઘણીવારઆ શોખને કારણે તેમના પાલતુ જાનવરો અન્ય લોકોને કરડે છે.

|
Google Oneindia Gujarati News

લોકોને કુતરા-બિલાડી પાળવાના શોખીન હોય છે. ઘણીવારઆ શોખને કારણે તેમના પાલતુ જાનવરો અન્ય લોકોને કરડે છે. આવા કિસ્સાઓ માટે નોઇડા ઓથોરિટીની 207મી બોર્ડ મીટિંગમાં આવારા/પાલતુ કુતરા કે બિલાડીઓ માટે ઓથોરિટી દ્વારા નવી નીતિ બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

નોઇડાના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇનનું પાલન કરતા નોઇડા ઓથોરિટીએ નીતિ નક્કી કરી છે. નોઇડા ઓથોરિટીના નવા નિયમો અનુસાર જો પાલતુ કુતરા કોઇને કરડે છે, તો તેના માલિકને પીડિત વ્યક્તિને 10000 રૂપિયાનો દંડ આપવો પડશે.

નોઈડા ઓથોરિટીના નવા નિયમો

નોઈડા ઓથોરિટીના નવા નિયમો

નોઇડા ઓથોરિટી અનુસાર, 31 જાન્યુઆરી, 2023 સુધી પાલતુ કૂતરા અને બિલાડીઓની નોંધણી ફરજિયાત છે. નોંધણી ન કરાવવા પર દંડ વસૂલવામાં આવશે.

એન્ટિરેબીઝ રસીકરણ ન કરાવવા બદલ દંડ

એન્ટિરેબીઝ રસીકરણ ન કરાવવા બદલ દંડ

પાલતુ કૂતરાઓની નસબંધી/એન્ટિરાબીઝ રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉલ્લંઘનના કિસ્સામાં, 1 માર્ચ, 2023 થી દર મહિને 2000 નો દંડ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે.

પાલતુ પ્રાણી ગંદકી કરે તો માલિક જવાબદાર

પાલતુ પ્રાણી ગંદકી કરે તો માલિક જવાબદાર

જો કોઈ પાલતુ કૂતરો સાર્વજનિક સ્થળો પર ગંદકી કરે છે, તો તેને સાફ કરવાની જવાબદારી તેના માલિકની રહેશે.

કરડવા બદલ માલિકને થશે દંડ

કરડવા બદલ માલિકને થશે દંડ

પાલતુ કૂતરા અને બિલાડીના કારણે કોઈ અપ્રિય ઘટના બને તો 10,000 રૂપિયાનો આર્થિક દંડ કરવામાં આવશે. આ ઉપરાંત પાલતુ કૂતરાના માલિક ઘાયલ વ્યક્તિ/પ્રાણીની સારવાર પણ કરાવશે.

English summary
If a pet dog bites, the owner will have to pay a huge fine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X