For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીનું મોટું નિવેદન- અમેરિકા ઓસામાને પાકિસ્તાનમાં ઘૂસીને મારી શકે તો અમે કેમ નહિ

અમેરિકા ઓસામાને પાકિસ્તાનમાં ઘૂસીને મારી શકે તો અમે કેમ નહિ

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલુ તણાવને પગલે દિલ્હીમાં ઈમરજન્સી બેઠકોનો સિલસિલો શરૂ થઈ ગયો. પીએમ મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષા મંત્રી, વિદેશ સચિવ, રક્ષા સચિવ અને ગુપ્ત વિભાગોના પ્રમુખોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પાકિસ્તાનને આકરો જવાબ દેવાની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે. બંને દેશોના તણાવની વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલીએ મોટું નિવેદન આપ્યું છે.

જેટલી આકરા અંદાજમાં કહ્યું...

જેટલી આકરા અંદાજમાં કહ્યું...

નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે આજના હાલાતમાં બધું જ શક્ય છે, જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઈપણ શક્ય છે. તેમણે કહ્યું કે જેવી રીતે દેશ અમારી સાથે ઉભો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આવા હાલાતમાં કંઈપણ શક્ય છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે હાલાત બહુ બદલાઈ રહ્યા છે, યાદ અપાવી દું કે, અમેરિકન સીલે એબટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને માર્યો હતો, આપણે વિચારવું જોઈએ કે શું આપણે પણ આવું કરી શકી છીએ. તેમણે કહ્યું કે તે બહુ મુશ્કેલ હતું, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે પણ આ કરી શકીએ છીએ. જેટલીએ આ નિવેદનના કેટલાય મતલબ કાઢવામાં આવી રહ્યા છે, માનવાાં આવી રહ્યું છે કે ભારત પણ પાકિસ્તાનમાં ઘૂસીને મોટા સ્તરે જૈશના આતંકી ઠેકાણાને નુકસાન પહોંચાડી શકે છે.

પાકિસ્તાની વિમાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું

પાકિસ્તાની વિમાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના ફાઈટર જેટે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના એક એફ-19 વિમાનને તોડી પાડ્યું છે. ભારતે મંગળવારે પોતાની એર સ્ટ્રાઈકમાં માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા પરંતુ પાકિસ્તાને નાપાક કરતૂત કરતાં સિવિલિયન વિસ્તારમાં ફાઈટર પ્લેનથી બોમ્બ ફેંક્યા છે.

યુદ્ધની ચેતાવણી માનવામાં આવી રહી છે

યુદ્ધની ચેતાવણી માનવામાં આવી રહી છે

પાકિસ્તાનની આ હરકતને યુદ્ધની ચેતાવણી માનવામાં આવી રહી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે આ બેઠકમાં પીએમ મોદીને સીમાના હાલાત વિશે જાણકારી આપી છે. આ ઉપરાંત ગૃહમંત્રીએ પણ તમામ ગુપ્ત વિભાગોના ડિરેક્ટરો પાસેથી મહત્વની જાણકારી હાંસલ કરી છે. બડગામમાં ટેક્નિકલ ખરાબી બાદ એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે જેમાં આપણા બે જવાન શહીદ થઈ ગયા છે.

ખોટા દાવા કરી રહ્યું છે પાકિસ્તાન

ખોટા દાવા કરી રહ્યું છે પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને જોતા વાયુસેનાને હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે. લડાકૂ વિમાનને 2 મિનિટમાં તૈયાર થવનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બીજી બાજુ પાકિસ્તાન જૂઠો પ્રોપેગેન્ડા ફેલાવતાં ભારતીય વિમાનોને તોડી પાડવાનો ખોટો દાવો કરી રહ્યું છે, જેનું ખંડન સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને એ દાવો પણ કર્યો છે કે તેમણે બે ભારતીય પાયલોટને પકડી લીધા છે.

ભારતે પાકિસ્તાનનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડ્યું, અંદર જઈને માર્યુંભારતે પાકિસ્તાનનું લડાકુ વિમાન એફ-16 તોડી પાડ્યું, અંદર જઈને માર્યું

English summary
if america can kill osama in pakisthan then why we can't?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X