દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો તે દિલ્લીની અંદર 10 સિંગાપુર બનાવી દેશે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો તે દિલ્લીની અંદર 10 સિંગાપુર બનાવી દેશે. પડપડગંજમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણીમાં લોકોનો સાથ માંગ્યો જેથી દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે. તેમણે કહ્યુ કે અમે દિલ્લીમાં 10 સિંગાપુર બનાવી દઈશુ જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો. અમે એ વાત સુનિશ્ચિત કરીશુ કે જે અહીં રહે છે એ દરેકને દિલ્લીમાં ફ્લેટ આપવામાં આવે.

તમે પાકિસ્તાનને સંભાળો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કેજરીવાલે કહ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનને ન સંભાળી શક્યા તો તમે એમની પાસે શું અપેક્ષા કરશો કે તે દિલ્લી પોલિસને સંભાળી શકશે. અમને દિલ્લી પોલિસને સંભાળવા દો અને તમે પાકિસ્તાનને સંભાળો. તમે પાકિસ્તાનને સંભાળી નથી શકતા તો તમારી શું અપેક્ષા રાખી શકાય કે તમે દિલ્લીની પોલિસને સંભાળી શકશો. કેજરીવાલે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે દિલ્લીના વિકાસ કાર્યોમાં કેન્દ્રએ હંમેશા આડખીલી કરી.
પહેલા અંગ્રેજોએ લૂંટ્યા હવે આ લૂંટી રહ્યા છે
કેજરીવાલે કહ્યુ કે દિલ્લીના વિકાસના દરેક પ્રોજેક્ટમાં કેન્દ્રએ આડખીલી કરી છે. દિલ્લીના લોકો 1.5 લાખ કરોડ રૂપિયાનો આવકવેરો ભરે છે જ્યારે બદલામાં તેમને માત્ર325 કરોડ રૂપિયા મળે છે. જો આપણને આટલુ ઓછુ મળતુ હોય તો આપણે શું કામ આટલો વેરો ભરીએ. શું દિલ્લીના લોકોને માત્ર આટલુ જ મળવુ જોઈએ. આજે પણ સ્થિતિ એવી જ છે જેવી આઝાદી વખતે હતી. પહેલા અંગ્રેજોએ આપણને લૂંટ્યા અને હવે કેન્દ્ર સરકાર લૂંટી રહી છે.
પીએમ મોદીએ દિલ્લીના વિકાસને અટકાવ્યો
પીએમ પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યુ કે રાજકીય દુશ્મનીના કારણે પીએમ મોદીએ દિલ્લીની સામાન્ય જનતાના વિકાસ કાર્યોને રોકી દીધા. ગઈ વખતે તમે એમને મત આપ્યા. પરંતુ આ વખતે તેમને મત ના આપો નહિતર તે અમને વિકાસ કાર્યો નહિ કરવા દે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્લી આ વખતે લોકસભા ચૂંટણી પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા માટે લડી રહ્યુ છે. આ દરમિયાન સિસોદિયાએ પૂર્ણ રાજ્ય બનાવો ઝાડુ બટન દબાવોનો નારો આપ્યો. દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આપ તમને મત આપવા અપીલ કરી રહ્યુ છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત





Click it and Unblock the Notifications
