હવે પરાળીમાંથી રોડ બનાવાશે, કઈંક આવો છે ગડકરીનો દિલ્હીના પોલ્યૂશનને નીપટવાનો નવો પ્લાન!
દિલ્હીનું પ્રદુષણ હાલ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારો માટે માથાનો દુખાવો બન્યુ છે.
નવી દિલ્હી : દિલ્હીનું પ્રદુષણ હાલ કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારો માટે માથાનો દુખાવો બન્યુ છે. કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રદૂષણને લઈને સતત નિવેદનો આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્રિય પરિવહનમંત્રી નીતિન ગડકરીનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ઉકેલવી થોડી મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. જો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખેડૂતો સાથે મળીને પ્રયાસો કરે તો સમસ્યાનો ઉકેલ લાવી શકીશું. આપણે રાજનીતિ ભૂલીને આના પર સાથે મળીને કામ કરવું જોઈએ.

નીતિન ગડકરીએ આગળ કહ્યું કે, અમે પરાળીમાંથી બાયો સીએનજી અને એલએનજી બનાવ્યુ છે, તેનાથી ટ્રેક્ટક અને બસ ચાલી શકે છે. પાણીપતમાં ઈન્ડિયન ઓઈલે મોટી યોજના બનાવી છે. ત્યાં પરાળીમાંથી દરરોજ 1 લાખ લિટર ઇથેનોલ અને 150 ટન બાયો બિટુમેન બનાવવામાં આવે છે. અમે આ બિટુમેનનો ઉપયોગ રોડ બનાવવા માટે કરીશું.
અહીં નીતિન ગડકરીએ મોટો દાવો કરતા કહ્યું કે, ભારત સરકાર આગામી બે-ત્રણ મહિનામાં આ ટેક્નોલોજી લોન્ચ કરશે. જો તે સફળ થાય તો આવતા વર્ષ સુધીમાં પરાળીની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
ગડકરીએ આગળ કહ્યું કે, હું ઘણા સમયથી કહી રહ્યો છું કે આપણા ખેડૂતો વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ છે. હવે તેઓ બિટુમેન અને ઇથેનોલનું ઉત્પાદન કરીને સારી કમાણી કરી શકે છે. ગડકરીના મતે, સરકારની પ્રાથમિકતા હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણને કંટ્રોલ કરવાની છે. તે દિલ્હીની આસપાસ 60,000 કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવી રહ્યા છે, જે આ વિસ્તારને ટ્રાફિક જામથી મુક્ત કરશે. તેમજ ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઇડ્રોજન લાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
