સરકાર ઇચ્છે તો મારા બ્રહ્મચર્યની તપાસ કરાવી લેઃ રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવનું કહેવું છેકે, બ્રહ્મચર્ય એક હકીકત છે અને આ ઘણો જ જુનો સિલસિલો છે. તેમણે વધારે કહ્યું કે, જો સરકાર ઇચ્છે તો તેમના બ્રહ્મચર્યની તપાસ કરાવી શકે છે. આમ પણ સરકારી અમારી સીબીઆઇ તપાસ તો કરાવી રહી છે.
બાબા રામદેવ આથી પણ વધું કહ્યું કે, સરકાર જો બ્રહ્મચર્ય પર તપાસ કરાવશે તો મને ખુશી થશે...બ્રહ્મચર્ય કોઇ સ્વપ્ન, કલ્પના અને ઢોંગ નથી... સદીઓથી આપણા ઋષિ-મુનિઓની આ પરંપરા રહી છે.
નોંધનીય છે કે, શરદ યાદવે બ્રહ્મચર્યને પાખંડ ગણાવતા કહ્યું હતું કે સેક્સની ઇચ્છા સ્વાભાવિક છે અને કોઇ પણ નવયુવાનને 15 દિવસમાં એક વખત તેની જરૂર પડે છે. જો કે, બાદમાં તેમણે પોતાના નિવેદનથી મો ફેરવી લીધું હતું અને કહ્યું હતું કે તેમની વાતને મારી મચેડીને રજૂ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
