બંગાળની ચૂંટણીમાં NCPનું મમતાને પૂર્ણ સમર્થન, શરદ પવાર પણ કરશે રેલી

બંગાળની ચૂંટણીમાં NCPનું મમતાને પૂર્ણ સમર્થન, શરદ પવાર પણ કરશે રેલી

પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા સીટ પર આજે એટલે કે એક એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુરુવારે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના વોટિંગ પહેલાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે બુધવારે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં એનસીપી તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનરજીનું પૂર્ણ રૂપે સમર્થન કરી રહી છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવાર 1 એપ્રિલ 2021થી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે ચૂંટણી પ્રચાર કરનાર હતા. પરંતુ હાલમાં થયેલી બીમારીને કારણે તેમણે પોતાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો. પરંતુ તેઓ પશ્ચિમ બંગાળની ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર કરશે.

sharad pawar

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે અગાઉ 29 માર્ચે સૂચિત કર્યા હતા કે પેટની બીમારીનું માલૂમ પડ્યા બાદ શરદ પવારના તમામ સાર્વજનિક કાર્યક્રમોને કજ્જ કરી દેવાયા છે. શરદ પવારને પેટમાં અચાનક દુખાવો થવાના કારણે તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 31 માર્ચે તેમનું ઓપરેશન પણ થયું હતું.

નવાબ મલિકે 31 માર્ચે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, "પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનરજીએ વિપક્ષી દળોનું સમર્થન માંગ્યું છે. અમે તેમનું પૂરું સમર્થન કરીએ છીએ. શરદ પવારને પશ્ચિમ બંગાળમાં 1થી 3 એપ્રિલ સુધી ચૂંટણી પ્રચાર કરવાનો હતો. પરંતુ બીમારીને કારણે તેમણે પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. જો તેઓ સાજા થઈ જાય છે તો છેલ્લા તબક્કામાં ચૂંટણી પ્રચાર કરી શકે છે."

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી, 2 મેના રોજ થશે મતગણતરી

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી થનાર છે. પહેલા તબક્કાની ચૂંટણી 30 સીટમાં 27 માર્ચે થઈ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 79.79 ટકા મતદાન થયું હતું. જ્યારે આજે 1લી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્રીજા તબક્કાનું વોટિંગ 6 એપ્રિલે થશે, ચોથા તબક્કાનું મતદાન 10 એપ્રિલે થશે, પાંચમા તબક્કાનું મતદાન 17 એપ્રિલે થશે, છઠ્ઠા તબક્કાનું વોટિંગ 22 એપ્રિલે થશે, સાતમા તબક્કાનું વોટિંગ 26 એપ્રિલે થશે અને આઠમા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. પશ્ચિમ બંગાળમાં 294 સીટ માટે 2 મેના રોજ મતગણતરી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અને બ્રેકિંગ ન્યૂઝ તથા સમાચાર વિશ્લેષણ માટે અમારી સાથે ટેલિગ્રામમાં જોડાવ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X