For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથને મળ્યા ઉપાધ્યાય- 'એલજીએ આપ્યું આમંત્રણ તો બનાવીશું સરકાર'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જુલાઇ: દિલ્હી ભાજપ અધ્યક્ષ સતીશ ઉપાધ્યાય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે અમે ચૂંટણી અને સરકાર બંને વિકલ્પોમાંથી પસાર થવા માટે તૈયાર છીએ. રાજનાથની સાથે સતીશ ઉપાધ્યાયની મુલાકાત લગભગ અડધા કલાક ચાલી. તેમણે જણાવ્યું કે જો અમને સરકાર બનાવવા માટેનું આમંત્રણ મળ્યું તો સરકાર બનાવીશું. તેમણે જણાવ્યું કે એલજી સરકાર બનાવવા માટે અમને આમંત્રણ આપશે તો અમે સરકાર બનાવીશું.

મુલાકાત બાદ સતીશ ઉપાધ્યાયે જણાવ્યું, 'દિલ્હીમાં જે થશે સંવૈધાનિક રીતે થશે. અમારી પાસે કોઇ પ્રસ્તાવ નથી આવ્યો. પ્રસ્તાવ આવશે તો અમે તેનું આકલન કરીશું, ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે.'

satish upadhyay
તેમણે જણાવ્યું કે 'ભાજપનો મત બિલકૂલ સાફ છે. કાલે જો ચૂંટણીની જાહેરાત થાય છે તો અમે તેના માટે પણ તૈયાર છીએ. સરકાર બનાવવાનું આમંત્રણ મળશે તો અમે તેની પર પણ વિચાર કરીશું. જ્યાં સુધી બહુમતીના આંકડાનો સવાલ છે તો ફિલહાલ તેની પર કંઇપણ કહેવું ખોટું રહેશે. અમારી પાસે સરકાર બનાવવાનો કોઇ પ્રસ્તાવ જ નથી.'

બીજી તરફ, દિલ્હીમાં 'ગઠજોડની સરકાર' બનાવવાની કોશીશોમાં લાગેલી ભાજપને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે ભાજપને ફટકાર લગાવતા ચેતવ્યા છે કે આનાથી આખા દેશમાં ખોટો સંદેશ જશે. સૂત્રો અનુસાર, સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપ અધ્યક્ષ અમિત શાહને સલાહ આપી છે કે એવું કોઇ પગલું ના ભરવામાં આવે જેનાથી લાગે કે પાર્ટી સત્તાની ભૂખી છે. ભાજપે બહુમતી લઇને સરકાર બનાવવી જોઇએ.

જોકે, દિલ્હીમાં કોણ સરકાર બનાવશે, એ હજી સ્પષ્ટ થઇ શક્યું નથી. ક્યારેક ભાજપ તરફથી તો ક્યારેક આમ આદમી પાર્ટી તરફથી સરકાર બનાવવાને લઇને તીર છોડવામાં આવી રહ્યા છે. ભાજપમાં પણ સરકાર બનાવવાને લઇને એકમત નથી. આની વચ્ચે સીએમ પદ માટે દિગ્ગજ ભાજપ નેતા જગદીશ મુખી માટે ઇંટરનેટ પર કેમ્પેઇન શરૂ થઇ ગયું છે.

English summary
If LG invite us, will think to make government in Delhi: Satish Upadhyay After meet Rajnath Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X