ચીનને ધમકાવનારા મોદી બન્યા ચીનના ફેવરીટ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, બેઇજિંગ, 8 મેઃ ‘જો ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સત્તામાં આવે છે તો ભારત અને ચીન નજીક આવી જશે.' ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ તરફથી આ આર્ટિકલ લખવામાં આવ્યો છે. ગ્લોબલ ટાઇસ્મના આ આર્ટિકલમાં મોદીને એક પ્રેક્ટિલ બિઝનેસમેનનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આર્ટિકલમાં લખવામાં આવ્યું છેકે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તો તેમણે ચીન સાથે એક મજબૂત સંબંધ સ્થાપિત કર્યા.

narednra-modi-visa-china
સમાચારપત્ર અનુસાર ગુજરાતમાં મોટી માત્રામાં ચીનના ઉદ્યોગપતિઓનું રોકાણ છે અને તેઓ આ રાજ્યના વિકાસમાં એક મોટી ભૂમિકા અદા કરી રહ્યાં છે. તેવામાં ચીન અને ભારતની વચ્ચે મજબૂત સંબંધો અને બન્ને દેશ મોદીના નેતૃત્વથી વધુ નજીક આવી શકે છે. આ સમાચાર પત્રના આર્ટિકલ, જેનું ટાઇટલ મોદી વિક્ટ્રી કૂડ કોઝ ડિસ્ક્વાઇટ ઇન વેસ્ટમાં કહેવામાં આવ્યું છેકે પશ્ચિમી મીડિયામાં ભારત ચાલી રહેલી ચૂંટણીને લઇને જે માહોલ છે તે ઘણો સ્પષ્ટ છે. પશ્ચિમીના કેટલાક મીડિયા મોદીના આક્રમક ભાષણોને ઉછાળીને ચીન અને ભારત વચ્ચે ખોટી ભાવના પૈદા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

તેઓ એ સંભાવના પર વિશેષ ભાર મુકી રહ્યાં છેકે મોદી દેશના પીએમ બન્યા તો તે જાપાન અને વિયતનાન સાથે સંબંધોને સારા બનાવવાના પ્રયાસોમાં ચીને અલગ-થલગ કરી શકે છે. આ આર્ટિકલ અનુસાર ભાજપના ઘોષણાપત્રમાં એ વાતનું વચન આપવામાં આવ્યું છેકે પાર્ટી તરફથી બહુ-પક્ષીય કૂટનીતિ અને ભાગીદારીના એક સમૂહની સ્થાપના કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જે ભારત માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય.

તેવામાં ભારત જે અત્યારે અમેરિાક તરફ નરમ છે અને છેલ્લા 10 વર્ષથી આ દેશ માટે જે કૂટનીતિનો પ્રયોગ કરી રહ્યાં છે, તેનાથી તે હટી શકે છે. એ વાતે પશ્ચિમી દેશોમાં ચિંતા પેદા કરી દીધી છે. ચીને આ આર્ટિકલ થકી અમેરિકા પર નિશાન સાધતા કહ્યું છેકે અમેરિકા, ચીન, રશિયા અને ભારત વચ્ચે રણનીતિક સહયોગ લઇને ઘણું પરેશાન છે.

આર્ટિકલ અનુસાર ભલે મોદી કેટલાક વર્ષો પહેલા એક વિવાદિત નેતા રહ્યાં હોય પરંતુ આજના સમયમાં જો તે વડાપ્રધાન પદ હાંસલ કરે છે તો તેમની સામે નાની અને સ્થાનિક પાર્ટીઓથી અલગ કેટલાક મોટા પડકાર હશે. ભાજપને કેટલીક અન્ય પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવવી પડશે અને તેવામાં મોદી એક ડિક્ટેટર તરીકે હશે, તે અસંભવ છે.

નરેન્દ્ર મોદીએ જે સમયે અરૂણાચલ પ્રદેશમાં પોતાની એક રહેલી કરી હતી, તેમાં સ્ટેપલ્ડ વીઝા અને અરૂણાચલ પ્રદેશમાં ચીન તરફથી ઘુસણખોરી પર ચીન પર જોરદાર પ્રહાર કર્યા હતા, મોદીએ કહ્યું હતું કે આ દેશની માટીની કસમ ખાઇને કહું છુંકે આ દેશની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહીશ.

English summary
China feels if Narendra Modi will become PM, India China could come closer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X