જો ભાગલા ના પડ્યા હોત તો ભારત 'યુનાઇટેડ ઇન્ડિયા' હોત

આજમ ખાં ઇત્તિહાદ-એ-મિલ્લત કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના તૌકીર રજા ખાંના પુત્ર ચાલીસવાંમાં ભાગ લેવા માટે ગઇકાલે બરેલી આવ્યાં હતા. તેમને પત્રકારોને જણાવ્યું હતું કે ચાર્ટર પ્લાન લાગૂ થવાથી મુસલમાનોનું બધુ ભલુ નહી થાય, પરંતુ તેમના થોડાં આંસુ જરૂર લુછવામાં આવશે.
આજમ ખાંને સમાજવાદી પ્રમુખ મુલાયમ સિંહ યાદવ દ્રારા રાજ્ય સરકારના મંત્રીઓ અંગે કડક ટિપ્પણી કરવા સંબંધી એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે સમાજવાદીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ અમારા ગોડફાધર છે. તેમને પોતાના મંત્રીઓને દબડાવવાનો પુરો અધિકાર છે. તેમને મુસલમાનોના અનામતના પ્રશ્ને કહ્યું હતું કે જ્યાં સુધી સંવિધાનમાં સુધારો નહી થાય ત્યાં સુધી મુસલમાનોને અનામતનો લાભ મળી શકશે નહી.
આજમ ખાંને સમાજવાદી પાર્ટીની ભાજપ સાથે નજદીકીની સંભાવનાઓ અંગે પુછવામાં આવતાં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે ચુંટણીમાં કે ચુંટણી પછી ભાજપ એનડીએથી સાથે હાથ મિલાવવાનો સવાલ જ નથી. કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેમને કહ્યું હતું કે ભારતના વિભાજન માટે કોંગેસ જવાબદાર છે. જો દેશના ભાગલા ના થયા હોય તો આજે આપણો દેશ 'યુનાઇટેડ ઇન્ડિયા' હોત.












Click it and Unblock the Notifications
