For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 પહેલા રામ મંદિર નહીં બન્યું તો પાર્ટી છોડી દઈશ: BJP MLA

રામ મંદિર અંગે ભાજપા નેતા તરફથી ઘણા નિવેદનો આવતા રહે છે. પરંતુ આ વખતે ભાજપા વિધાયક તરફથી રામ મંદિર અંગે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રામ મંદિર અંગે ભાજપા નેતા તરફથી ઘણા નિવેદનો આવતા રહે છે. પરંતુ આ વખતે ભાજપા વિધાયક તરફથી રામ મંદિર અંગે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. હૈદરાબાદના ગોશમહેલ નિર્વાચન વિસ્તારના ભાજપા વિધાયક ટી રાજા સિંહ ઘ્વારા એલાન કરવામાં આવ્યું છે કે જો વર્ષ 2019 દરમિયાન રામ મંદિર નહીં બન્યું તો તેઓ પાર્ટી છોડી દેશે. વિધાયકે ફેસબૂક પર વીડિયો પોસ્ટ કરીને આ વાત કહી છે.

ભાજપા વિધાયક ટી રાજા સિંહ ઘ્વારા ચોંકાવનારું નિવેદન

ભાજપા વિધાયક ટી રાજા સિંહ ઘ્વારા ચોંકાવનારું નિવેદન

ફેસબૂક પર વીડિયો પોસ્ટ કરતા વિધાયક ટી રાજાએ પહેલા હાથ જોડીને ભારત માતાકી જય અને જય શ્રી રામ કહ્યું. તેની સાથે જ તેમને પોતાના વીડિયોની શરૂઆત કરી. તેમને આગળ જણાવ્યું કે હજારો વર્ષો સુધી આપણે ગુલામ રહ્યા મુઘલ ઘ્વારા હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. હિન્દૂ ભાઈ નારાજ થઇ જાય છે અને સમજી સકતા નથી કે આપણો દેશ કયા પ્રકારે ચાલી રહ્યો છે.

ભાજપા વિધાયકે પોસ્ટ કર્યો વીડિયો

ભાજપા વિધાયકે પોસ્ટ કર્યો વીડિયો

ફેસબૂક પર આગળ બોલતા તેમને કહ્યું કે જેવી રીતે મોદીજી ઘ્વારા ટ્રિપલ તલાકનું કામ કરવામાં આવ્યું છે તે ખુબ જ સરાહનીય છે. ઘણીં મહિલાઓ આ કામથી ખુશ છે. વિધાયકની આ સીટ મારા માટે વધારે અગત્યની નથી. મારા માટે મારો ધર્મ અને મારો દેશ પહેલા છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ભલે પછી પ્રાણ આપવા પડે કે કઈ પણ કરવું પડે. મોદીજી બધા લોકોના પીએમ છે. એટલા માટે તેઓ સીધી રીતે હિંદુઓ માટે વાત નહીં કરી શકે. તેમને બધા જ ધર્મને સાથે લઈને ચાલવું પડે છે. આ તેમનું કામ છે.

રામ મંદિરની વાર મોદી સુધી પહોચાડીશુ: ટી રાજા

રામ મંદિરની વાર મોદી સુધી પહોચાડીશુ: ટી રાજા

વિધાયક ઘ્વારા રામ મંદિર અંગે જણાવવામાં આવ્યું કે મોદીજી તમારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું છે. મોદીજી સુધી આપણે બધા પોતાની વાત પહોચાડીશુ. પરંતુ ગુસ્સામાં આવીને બીજા વ્યક્તિને જિતાડીશુ નહીં.

English summary
If ram mandir not build up i will leave bjp mla raja singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X