જો મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ભાજપમાં જોડાઈ જાય તો થઈ જશે મુક્તઃ સીએમ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે કેન્દ્ર અને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે દારૂની નીતિ એક બહાનુ છે, તેમાં કોઈ કૌભાંડ નથી.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા એક્સાઇઝ કૌભાંડ કેસમાં સીબીઆઈ રિમાન્ડ પર છે. આમ આદમી પાર્ટીએ તેમની ધરપકડને લઈને પ્રદર્શનનુ આયોજન કર્યુ છે. આ દરમિયાન બુધવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે કેન્દ્ર અને ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. એ પણ દાવો કર્યો કે જો સત્યેન્દ્ર જૈન અને સિસોદિયા ભાજપમાં જોડાવા માટે સંમત થાય તો તેઓ તમામ કેસમાંથી મુક્ત થઈ જશે.
સીએમ કેજરીવાલે કહ્યુ કે દારૂની નીતિ એક બહાનુ છે, તેમાં કોઈ કૌભાંડ નથી. વાસ્તવમાં વડાપ્રધાન ઈચ્છે છે કે દિલ્લીમાં જે સારુ કામ થઈ રહ્યુ છે તે બંધ થઈ જાય. અમે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કર્યુ છે. તેમણે બંને મંત્રીઓને જેલમાં ધકેલી દીધા પરંતુ હું ખાતરી આપું છું કે કોઈ કામ અટકશે નહીં. કેજરીવાલે કહ્યુ કે જો મનીષ સિસોદિયા આજે ભાજપમાં જોડાય તો શું કાલે તેમને મુક્ત કરવામાં આવશે નહીં? તમામ કેસ પાછા ખેંચવામાં આવશે. જો સત્યેન્દ્ર જૈન આજે ભાજપમાં જોડાશે તો તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે અને આવતીકાલે તેઓ જેલમાંથી મુક્ત થઈ જશે. આ મુદ્દો ભ્રષ્ટાચારનો નથી, આ કામ રોકવા માટે ઈડી અને સીબીઆઈને મોકલવાનો છે.
સીએમ કેજરીવાલે કહ્યુ કે નક્કી કરવામાં આવ્યુ છે કે આપ ડોર ટુ ડોર પ્રચાર કરશે. તેમના કાર્યકરો દરેક ઘરે જશે અને દરેક વ્યક્તિ સાથે વાત કરશે. સાથે જ, અમે બધાને કહીશું કે પીએમ કેવી રીતે કામ કરી રહ્યા છે, આ એવુ છે જેવુ ઇન્દિરા ગાંધીએ કર્યુ હતુ. લોકો જવાબ આપશે, તેઓ બધુ જોઈ રહ્યા છે.
મુખ્યમંત્રીના કહેવા મુજબ ભાજપ આરોપ લગાવી રહી છે કે સિસોદિયાએ કૌભાંડો કર્યા છે. ક્યારેક તેઓ કહે છે કે આ 100 કરોડનુ કૌભાંડ છે, તો ક્યારેક તેઓ તેને 10 હજાર કરોડનુ કૌભાંડ કહે છે, પરંતુ જ્યારે સિસોદિયા અને તેમના સંબંધીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે તેમને 10 હજાર રૂપિયા પણ ન મળ્યા. બેંક લોકરમાં જ્વેલરી પણ મળી ન હતી કારણ કે તેમાં કોઈ કૌભાંડ થયુ ન હતુ.












Click it and Unblock the Notifications
