Lok Sabha Election 2024 : આજે લોકસભા ચૂંટણી યોજાય તો મધ્યપ્રદેશમાં કોનું પલ્લુ ભારે?

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને મોટી જીત મળી છે અને બીજેપી આ જીતનો લાભ 2024 લોકસભા ચૂંટણીમાં ઉઠાવવા ઈચ્છશે. આ સ્થિતીમાં લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બીજેપીએ રાજ્યમાં સરકાર બનાવી છે. લોકસભાની ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણીને સેમિફાઇનલ જેમ જોવામાં આવી રહી હતી.

Madhya Pradesh

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તમામની નજર લોકસભા ચૂંટણી પર છે. વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પોતાનો મુડ ઘણી સાફ કરી દીધો છે.

આ દરમિયાન ટાઇમ્સ-નાઉ-ઇટીજીએ લોકસભા ચૂંટણીને લઈને એક સર્વે કર્યો છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, જો આજે લોકસભાની ચૂંટણી થશે તો મધ્યપ્રદેશમાં કોન બાજી મારશે?

મધ્ય પ્રદેશમાં લોકસભાની કુલ 29 બેઠકો છે. સર્વે મુજબ જો આજે લોકસભાની ચૂંટણી થાય તો મધ્યપ્રદેશમાં બીજેપીને 28-29 બેઠકો મળી શકે છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન શૂન્યથી એક સીટ જીતી શકે છે. આ સિવાય અન્યના ખાતામાં કોઈ સીટ નથી જઈ રહી.

આ સર્વે બીજેપી માટે સારા સમાચાર લઈને આવ્યો છે. રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સર્વે ચોંકાવનારો કહી શકાય, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સંતોષકારક ન હોવા છતાં કોંગ્રેસને 65 બેઠકો મળી છે

જણાવી દઈએ કે, ઘઈ લોકસભા ચૂંટણીમાં બીજેપીને 29માંથી 28 બેઠકો મળી હતી. કોંગ્રેસને એક બેઠક મળી હતી. કમલનાથના પુત્ર નકુલનાથે કોંગ્રેસ માટે છિંદવાડા સીટ બચાવી હતી. ટાઈમ્સ નાઉ ETG સર્વે અનુસાર, ભારતીય જનતા પાર્ટી તેના જૂના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X