For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેહરુનું ચાલત તો 'હૈદરાબાદ' પણ એક સમસ્યા બની ગયું હોત : અડવાણી

|
Google Oneindia Gujarati News

lk advani
7 જુલાઇ : બીજેપીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ હૈદરાબાદના રજવાડાઓને ભારતમાં મેળવવાને લઇને એકવાર ફરી પૂર્વ ગૃહમંત્રી વલ્લભભાઇ પટેલના વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે 'પટેલ જો નેહરુની સલાહ માનતા તો હૈદરાબાદ પણ જમ્મુ-કાશ્મીરની જેમ સમસ્યા બની ગયું હોત.'

અડવાણીએ કહ્યું કે હૈદરાબાદના રાજા ભારતમાં જોડાવવા રાજી ન્હોતા. નેહરુની ચાલતી તો આ મુદ્દો પણ કાશ્મીરની જેમ સંયુક્ત રાષ્ટ્ર લઇ જવો પડતો. પરંતુ સરદાર પટેલની 'વ્યાવહારિકતા'એ એ સ્થિતિથી ભારતને બચાવી લીધું.

અડવાણીએ પટેલના એક ખાસ વ્યક્તિના પુસ્તકનો હવાલો આપતા કહ્યું કે જવાહરલાલ નેહરુ હૈદરાબાદના રજવાડાને ભારતમાં સમાવવા માટે સૈન્ય હસ્તક્ષેપની વિરુદ્ધ હતા.

તેમણે દાવો કર્યો કે રાજા દરેક હાલમાં આઝાદ રહેવા માગતા હતા અને પોતાના ભૂ-ભાગમાં હિન્દુઓની હત્યા કરી દેવાની ધમકી આપી રહ્યા હતા. સરદાર પટેલે 1948માં સેનાના ઉપયોગથી હૈદરાબાદના રજવાડાઓને બળપૂર્વક ભારતમાં સમાવાયા હતા.

એક પુસ્તકના વિમોચનના અવસર પર વરિષ્ઠ ભાજપા નેતાએ આ વાત કરી. તેમણે વધુમાં જણાવ્યું કે 'અમે નથી જાણતા કે પટેલે નેહરુની સલાહ પર ધ્યાન આપ્યું હોત તો શું થાત. હૈદરાબાદ પણ જમ્મુ-કશ્મીરની જેમ એક સમસ્યા બની જાત.'

પુસ્તક 'જમ્મુ ઓર કશ્મીર કી અનકહી કહાની'માં જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રીય પાર્ટી પ્રજા પરિષદ અંગે વિસ્તારથી લખવામાં આવ્યું છે. પ્રજા પરિષદે પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની વિરુદ્ધ અભિયાન ચલાવ્યુ હતું. બાદમાં તેનો જનસંઘમાં વિલય કરી દેવામાં આવ્યો હતો. આ પુસ્તક જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી પર રીલિઝ કરવામાં આવ્યું.

English summary
If there are no saradar patel than hyderabad become problem like kashmir said Adavani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X