જો ભારત-પાક. યુદ્ધ થયું તો બંને તરફ સર્જાશે માત્ર વિનાશ

indo-pak
નવી દિલ્હી, 7 ઑગસ્ટ : ભારત અને પાકિસ્તાનને આઝાદી મળ્યે 65 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે, પરંતુ 65 વર્ષમાં બંને દેશ 4 વાર યુદ્ધ લડી ચૂક્યા છે. બંનેના સૈન્ય દળમાં કંઇ વધારે ફર્ક નથી, અને બંનેની પાસે પરમાણું શક્તિ પણ છે. આવામાં જો પાંચમાં યુદ્ધનું જોખમ ઉઠાવવામાં આવ્યું તો સરહદની બંને બાજુએ માત્ર વિનાશ જ સર્જાશે. 1971ના યુદ્ધમાં મળેલી હાર બાદ પાકિસ્તાને પોતાની સૈન્ય તાકત વધારવા માટે એડી-ચોટીનું બળ લગાવી દીધું.

પાકિસ્તાન તરફથી હંમેશા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતું રહ્યું છે. વારંવાર ભડકાવવા છતાં ભારતે સંયમ જાળવી રાખ્યો છે. રાજનૈતિક અને સૈન્ય સ્તર પર આ સંયમ જરૂરી પણ છે. જોકે 1971ના આ યુદ્ધ બાદ ભારત-પાકિસ્તાન સરહદ વિવાદ ટાઇમ બોમ્બનો ભયાનક ચહેરો ધારણ કરી ચૂક્યો છે. સૈન્યબળ વધારવાની સાથે સાથે પાકિસ્તાને ભારત તરફ પોતાનો બંદોબંસ્ત પણ વધારી દીધો. આજની તારીખમાં ભારત અને પાકિસ્તાન એક બીજા તરફનો સૈન્ય બંદોબંસ્ત લગભગ એક સમાન છે. આવો જાણીએ કે બંનેની પાસે કેટલી સૈન્ય ક્ષમતા છે અને યુદ્ધની સ્થિતિમાં કોણ કોની પર ભારે પડી શકે છે.

જો વાત કરીએ મિસાઇલની તો ભારતની પાસે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બહ્મોસ, અગ્નિ, પૃથ્વી, આકાશ જેવી મિસાઇલ્સ છે જે કોઇ પણ વિરોધીઓને ધ્વસ્ત કરવામાં સક્ષમ છે. જ્યારે પાકિસ્તાનની પાસે માત્ર ગૌરી, શાહીન, ગજનવી, હત્ફ અને બાબર જેવી મિસાઇલ છે. જાણકારોનું માનીએ તો ભારતની બ્રહ્મોસની ટેકનિક સૌથી આધુનિક છે અને આને 5 મિનિટની અંદર છોડવા માટે તૈયાર થઇ શકે છે.

સૈન્ય ક્ષમતા ભારત પાકિસ્તાન

સૈન્ય ક્ષમતા ભારત પાકિસ્તાન

સૈનિકોની સંખ્યા 12,63,000 6,20,000
લડાકૂ વિમાન 1000 ની આસપાસ 500
સબમરિન 16 10
કૉર્પ્સ 9 8
ટેન્ક 2295 3620
યુદ્ધનૌકા (Battleship) 27 11

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X