For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આ 'વિકાસ' છે, તો તેને રજા પર મોકલવાનો સમય આવી ગયો છે : પ્રિયંકા ગાંધી

રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી.

|
Google Oneindia Gujarati News

લખનઉ : આજે ફરી એકવાર રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. પ્રિયંકા ગાંધીએ ભાજપના 'સબકા સાથ સબકા વિકાસ' સૂત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, જો આ 'વિકાસ' છે, તો આ તેને રજા આપવાનો સમય આવી ગયો છે.

Priyanka Gandhi

પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વીટ

કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ બુધવારના રોજ (01 સપ્ટેમ્બર) ટ્વીટ કર્યું હતું. ટ્વિટ કરતી વખતે પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, પ્રધાનમંત્રી, તમારા શાસન હેઠળ માત્ર બે પ્રકારના "વિકાસ" થઈ રહ્યા છે. એક તરફ તમારા અબજોપતિ મિત્રોની આવક વધી રહી છે. બીજી તરફ સામાન્ય લોકો માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જો આ "વિકાસ" છે, તો આ "વિકાસ"ને રજા આપવાનો સમય આવી ગયો છે.

રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર કાર્ય હતા પ્રહાર

આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે 1 જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ચાર મહાનગરોના ઘરેલું સિલિન્ડરના ભાવ વિશે જણાવ્યું છે. સિલિન્ડરની કિંમતો લખીને તેમણે કહ્યું કે, જે પ્રજાને ભૂખ્યા પેટ પર સૂવાની ફરજ પાડે છે, તે છાયામાં સૂઈ રહ્યો છે, પણ હવે દેશ અન્યાય સામે એક થઈ રહ્યો છે. બાય ધ વે, આ પહેલી વખત નથી, જ્યારે સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હોય, આ પહેલા પણ જ્યારે 18 ઓગસ્ટના રોજ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો, ત્યારે પણ તેમણે ફેસબુક પર મોદી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

બુધવારના રોજ બિન સબસિડી વગરના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 25નો વધારો થયો છે. જે બાદ ઉત્તર પ્રદેશમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 890.50 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘુ થઈ ગયું છે, હવે તેની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો જાન્યુઆરીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કુલ 165 રૂપિયાનો વધારો થયો છે.

English summary
Congress general secretary and in-charge of Uttar Pradesh Priyanka Gandhi scoffed at the BJP's 'Sabka Saath Sabka Vikas' slogan, saying, "If this is 'Vikas', then it is time to give it a go."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X