For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCD Election: અરવિંદ કેજરીવાલે કહ્યુ - અમે જીત્યા તો પેરિસ-લંડન જેવા બનાવીશુ દિલ્લીના બજાર

કેજરીવાલે વેપારીઓને વચન આપ્યુ હતુ કે જો તેમની સરકાર નગર નિગમમાં જીતશે તો દિલ્લીના બજારોને પેરિસ અને લંડનના બજારો જેવા બનાવી દેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Delhi MCD Election: દિલ્લીમાં રવિવારે એમસીડી ચૂંટણી માટે મતદાન થશે. શુક્રવારે તેનો પ્રચાર-પ્રચાર બંધ થઈ ગયો હતો. ત્રિપાંખીયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રચાર કર્યો. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વેપારીઓને વચન આપ્યુ હતુ કે જો તેમની સરકાર નગર નિગમમાં જીતશે તો દિલ્લીના બજારોને પેરિસ અને લંડનના બજારો જેવા બનાવી દેવામાં આવશે.

kejriwal

અરવિંદ કેજરીવાલે ટાઉનહોલમાં બોલાવેલી વેપારીઓની બેઠકમાં કહ્યુ, 'આપણી દિલ્લીમાં બજારોની હાલત ખૂબ જ ખરાબ છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલકુલ જર્જરિત છે. તમે પેરિસ અને લંડનના બજારો જોયા જ હશે. જો એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દિલ્લીના બજારો પણ પેરિસ અને લંડનની જેમ બનશે. માટે તમે લોકો પણ ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા તમારા મિત્રોને આમ આદમી પાર્ટીને વોટ આપવાનુ કહો.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમે પણ વચન આપીએ છીએ કે જો અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકાર બનાવવામાં સફળ થઈશુ તો અમે થોડા મહિનામાં એમસીડીનો સંપૂર્ણ ભ્રષ્ટાચાર ખતમ કરીશુ. સીએમ કેજરીવાલે કહ્યુ, 'મહત્તમ ત્રણ-ચાર મહિનામાં અમે એમસીડીમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ખતમ કરીશુ. અમે ક્યારેય અમારા પાર્ટી ફંડ માટે ભ્રષ્ટાચાર દ્વારા પૈસા એકત્રિત કરતા નથી. આજે એમસીડીમાં જે ભ્રષ્ટાચાર ફેલાયો છે તેને ખતમ કરવો જરૂરી છે.

સીએમ કેજરીવાલે વધુમાં કહ્યુ કે, 'દિલ્લીમાં સરકાર બનાવ્યા બાદ જે રીતે અમે અહીં વેટ ઈન્સ્પેક્ટર રાજ ખતમ કર્યું છે, તે જ રીતે અમે એમસીડીમાં ઈન્સ્પેક્ટર રાજને ખતમ કરીશુ. ભારતીય જનતા પાર્ટીએ એમસીડીને એવી બનાવી દીધી છે જાણે એમસીડી અને દિલ્લી સરકાર દિલ્લી અને પાકિસ્તાન હોય. તેઓ ફક્ત અમારી સાથે લડતા રહે છે. દિલ્લીના લોકો માટે બનાવેલા ત્રણ મહોલ્લા ક્લિનિકને પણ તેમણે બુલડોઝરથી તોડી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી હાલમાં એમસીડીમાં સત્તા પર છે અને એમસીડીની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાશે. 7 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. ત્યારપછી નક્કી થશે કેએમસીડીમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે.

English summary
If we win, we will make Delhi market like Paris-London: Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X