For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયસવાલનું હલકું નિવેદન - ‘સ્ત્રી જુની થઈ જાય તો મજા નથી આવતી’

|
Google Oneindia Gujarati News

sriprakash
લખનૌ, 2 ઑક્ટોબર : કહે છે કે દેશનું રાજકારણ બહુ જ ગંદુ થઈ ગયું છે. ગંદા લોકોથી ખદબદી ગયું છે. આ વાતથી થોડુંક હટીને વિચારવાનો પ્રયત્ન કરી પણ કેમ શકાય? જ્યારે શ્રીપ્રકાશ જયસવાલ જેવા લોકો કેન્દ્ર સરકારમાં પ્રધાન પદે બેઠા હોય. આપને કદાચ એ સાંભળીને આશ્ચર્ય નહિં થાય કે કોલસા પ્રધાન સ્ત્રિઓને માત્ર ભોગની વસ્તુ સમજે છે. કદાચ તેથી જ તેમના મગજની ગંદકી એક કવિ સંમેલનમાં બહાર ઉભરાઈ આવી.

તેમણે જણાવ્યું, ‘જીત અને સ્ત્રી જ્યાં સુધી નવી રહે, ત્યાં સુધી મજા રહે છે. જેમ પત્ની જ્યારે જુની થઈ જા તો મજા જતી રહે છે, તેમ જીત જુની થતાં થાય છે.'

જયસવાલે આ નિવેદન ભલે મજાકના લહેજામાં આપ્યું હોય, પરંતુ આ નિવેદન તેમની ગંદી વિચારસરણીને પ્રદર્શિત કરે છે. જરા વિચાર કરો, જો પ્રધાન પોતે એવા નિવેદનો આપશે તો શું થશે દેશના તેવા લોકોનું, જે સ્ત્રીઓને હકીકતમાં ભોગની વસ્તુ જ સમજે છે.

કેન્દ્રીય પ્રધાનના આવા હલકાં નિવેદન પ્રત્યે દેશ ભરમાં વિરોધ શરૂ થઈ ગયો છે. શરુઆત કાનપુર ખાતેથી થઈ છે, જ્યાં લોકોએ માર્ગો ઉપર ાવી જયસવાલનું પુતળું બાળ્યું. પ્રદર્શનકર્તાઓમાં મોટાભાગે મહિલાઓ હતી.

હવે સવાલ એ ઊભો થાય છે કે યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી કે જે પોતે એક સ્ત્રી છે, તેઓ આ નિવેદન બદલ શ્રીપ્રકાશ જયસવાલ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરે છે?

શ્રીપ્રકાશ વિરુદ્ધ લોકોએ શું કહ્યું, તેમની તસવીરો સામે જરૂર વાંચો-

શ્રીપ્રકાશ જયસવાલ

શ્રીપ્રકાશ જયસવાલ

શ્રીપ્રકાશ જયસવાલે જણાવ્યું, ‘જીત અને સ્ત્રી જ્યાં સુધી નવી રહે, ત્યાં સુધી મજા રહે છે. જેમ પત્ની જ્યારે જુની થઈ જા તો મજા જતી રહે છે, તેમ જીત જુની થતાં થાય છે.' મંત્રી સાહેબ અમારે આપને આ સવાલ પૂછવો તો ન જોઇએ, પરંતુ શું તમારી પોતાની ઉપર આ નિવેદન લાગુ થાય છે? જરા વિચારો કે આપની પુત્રી, પત્ની, બહનો આપનું આ નિવેદન સાંભળ્યા બાદ શું વિચારતાં હશે?

પ્રધાન પદેથી હટાવો - સ્મૃતિ

પ્રધાન પદેથી હટાવો - સ્મૃતિ

ભાજપ મહિલા સેલના કાર્યકર તેમજ અભિનેત્રી સ્મતિ ઈરાનીએ જયસવાલનો જોરદાર વિરોધ કરતાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના લોકોની વિચારધારા અને જીભ બંને કોલસાની જેમ કાળાં થઈ ગયાં છે. એવા નેતાઓ પ્રધાન પદે રહે તે દેશ માટે બેઇજ્જતી છે. હું વડાપ્રધાન પાસે માંગણી કરૂ છું કે તેઓ તરત જયસવાલને પ્રધાન પદેથી હટાવે. ભાજપ પણ તેમના નિવેદનનો વિરોધ કરે છે.

સુભાષિની અલી

સુભાષિની અલી

મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કરનાર સામાજિક કાર્યકર સુભાષિની અલીએ જણાવ્યું કે રસ્તાની બાજુએ છોકરીઓ સાથે છેડતી કરનારાઓ અને શ્રીપ્રકાશ જયસવાલ વચ્ચે કોઈ ફરક નથી રહી ગયો. ઉલ્ટું હવે તો એવા લોકોનો મનોબળ હજુ વધશે અને તેઓ છોકરીઓની છેડતી કરશે. પ્રત્યક્ષ વાત છે કે હવે તો તેઓ એ જ વિચારશે કે જ્યારે મંત્રી એવું કરી રહ્યાં છે, તો આપણે કેમ ન કરીએ?

ડૉ. આલોક ચાંટિયા

ડૉ. આલોક ચાંટિયા

અખિલ ભારતીય અધિકાર સંગઠનના પ્રમુખ અને શિક્ષણશાસ્ત્રી ડૉ. આલોક ચાંટિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને સત્તાધારી સરકાર દ્વારા અપાયેલ અશોભનીય નિવેદન છે. તેના દ્વારા સમજાય છે કે આ લોકો સ્ત્રિઓને કઈ નજરે જુએ છે. આજે 2જી ઑક્ટોબર ગાંધી જયંતીએ એવું નિવેદન કરી મહાત્મા ગાંધીની આત્માને દુભાવવામાં આવી છે.

કોલસાની કાળાશ

કોલસાની કાળાશ

કેન્દ્રીય પ્રધાનના આ નિવેદન વિરુદ્ધ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. લખનૌના શિક્ષિકા સુરભિ સક્સેનાએ જણાવ્યું કે કોલસાની કાલાશમાં આવા નેતાઓની માનસિકતા પણ કાળી થઈ જાય છે. પીએચડી છાત્ર અદિતિ પાઠકનું કહેવું છે કે આ વૃદ્ધાવસ્થાનું પરિણામ છે. બહેતર રહેશે કે દેશને યુવાન નેતાઓ આપવામાં આવે.

સામાન્ય પ્રજાનો રોષ

સામાન્ય પ્રજાનો રોષ

સામાન્ય પ્રજાજનોની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારી દીપેન્દ્ર કુમાર જણાવે છે કે આજના નેતાઓ પાસેથી આપણે ગાંધીજીના વિચારોની આશા ન સેવી શકીએ. લખનૌના વિદ્યાર્થી સુમિત કુમારે સવાલ ઊભો કર્યો કે જયસવાલ વિરુદ્ધ બધા વિપક્ષી દળોએ એક થવું જોઇએ અને તેમને પ્રધાન પદેથી દૂર કરવા જોઇએ.

English summary
Coal Minister Sriprakash Jaiswal has given a hate speech against women. He said that if woman gets older, the taste gets faint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X