રેલવે ટિકટ જોઇએ છે? તો સ્ટેશન નહીં બેંકમાં જાવ!

Posted By:
Subscribe to Oneindia News

તમામ લોકો જે રેલવેની ટીકિટો મેળવવાને લઇને હાલાકી ભોગવી ચૂક્યા છે. તેમના માટે આ સારા સમાચાર છે, હવે તમે બેંકથી પણ રેલવેની જનરલ શ્રેણીની ટિકિટ મેળવી શકશો. રેલવે હવે જલ્દી જ બેંકોમાં આ સેવા ઉપલબ્ધ કરાવશે. રેલવે બોર્ડે ઓગસ્ટ 2016માં આ નવી યોજના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. અને તે બાદ રેલ્વે અને ભારતીય સ્ટેટ બેંકે આ અંગે વાતચીત શરૂ કરી હતી. જે બાદ એપ્રિલ સુધી રેલવે સ્ટેટ બેંકથી જનરલ ટિકટ દેવા પર કરાર કરી શકે છે. તે પછી ક્રિસની મદદથી આ અંગે ટ્રાયલ શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે રેલવે બેંકની લોકોને ટિકિટ આપવા માટે બે રીતની યોજના પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે.

rail

જે મુજબ પહેલા વિચારમાં રેલવે બેંક પરિસરમાં જ ઓટોમેટિક ટિકટ વેન્ડિંગ મશીન લગાવવામાં આવશે જેથી લોકોને ઓછા ખર્ચે જલ્દી આ સુવિધા મળી શકે. વળી તેવું પણ બની શકે કે બેંકના એટીએમમાં સુધાર કરીને રેલવે ટિકીટનો ઓપશન અપડેટ કરવામાં આવે. જેથી કરીને એક સાથે બન્ને કામ થઇ શકે. જો આવું થશે તો તમે પૈસા નીકાળવાની સાથે જ રેલવે ટિકીટ પણ નીકાળી શકશો.

Read also: રાજયમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજ બનશે

નોંધનીય છે કે જમશેદપુરમાં આ રીતે જ ટપાલઘરમાં આરક્ષિત ટિકટ ગત પાંચ વર્ષોથી આપવામાં આવી રહ્યા છે. ટાટાનગર રેલવે સ્ટેશન પર બે એવા ઓટોમેટિક ટિકટ વેન્ડિંગ મશીન પણ છે જેનાથી તમે જનરલ ટિકીટ પૈસા નાખીને લઇ શકો છો. ત્યારે જો આ યોજના યોગ્ય રીતે જલ્દી જ લાગું થશે તો બેંકોમાં જનાર લોકો રેલવે ટીકીટ પણ ત્યાં જ મેળવી શકશે. અને સામાન્ય લોકોની મુશ્કેલીઓ કંઇ અંશે ઓછી થશે.

English summary
If you need rail ticket than you can go to Bank. Don't believe it read more on it.
Please Wait while comments are loading...